રાજુલાના જુના માંડરડી ગામની યુવતી પર સુરતમાં રહેતા સાસરિયાએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. સાસરિયાના સિતમથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા બાદ પરિણીતા પિયર પરત ફરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજુલાના જુના માંડરડી ગામે રહેતી આરતીબેન અરવિંદભાઈ મવાણીયાએ સુરતમાં રહેતા ડાયબેન ઉર્ફે પિન્ટુબેન માધાભાઇ વાણીયા, અરવિંદભાઇ માધાભાઇ વાણીયા, જયાબેન માધાભાઇ વાણીયા, માધાભાઇ ખીમાભાઇ વાણીયા, ગીતાબેન નરેશભાઇ વાણીયા તથા નરેશભાઇ માધાભાઇ વાણીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના નણંદે ચારિત્ર પર શંકા કરી પતિને ચડામણી કરતાં ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. જ્યારે સાસુ-સસરા કરિયાવર બાબતે મેણાટોણા મારતા હતા. સાસુએ મારી નાંખવાની ધમકી આપી હતી, જ્યારે જેઠાણી અવારનવાર ઝઘડો કરતા હતા. જેથી જેઠે તેના પતિને ચડામણી કરતાં તેની સાથે ઝઘડો કરતા હતા.