સુરતમાં ગુંડાઓના વધ્યો આંતક. શહેરમાં કુખ્યાત ઈમ્તિયાજ સદ્દામે તબીબના ૪.૯૫ કરોડ રૂપિયા પડાવ્યા. કુખ્યાત ઇમ્તિયાજની ગેંગ શહેરમાં પોતાની ધાક બેસાડવાનો પ્રયાસ કરી રહી છે. કુખ્યાત ઇમ્તિયાજે તબીબની મિલકત મામલે હેરાનગતિ કરી. તબીબનો બંગલો પચાવી પાડવાની દાનતે ધમકી આપતા રૂપિયાની માંગણી કરી. જા કે તબીબે કુખ્યાતની ધમકીને વશ ના થતા પોલીસમાં ફરિયાદ દાખલ કરી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં કુખ્યાત ઈમ્તિયાજ સદ્દામ નામના શખ્સે એક તબીબ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા. ઇમ્તિયાજે રાની તળાવ રોયલ રેસીડેન્સી મિલકતને લઈને તબીબ સાથે બનાવટ કરી. બંગલાનો ખેલ પાડતા ૫.૫૫ કરોડનો સોદો કર્યો હતો. આરોપી દ્વારા તબીબને બંગલાને લઈને લોભામણી લાલચ આપવામાં આવી હતી. કુખ્યાત વિરુદ્ધ તબીબે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી. રાની તળાવમાં રોયલ રેસીડેન્સી મિલકતનો સોદામાં છેતરપિંડી થયાનું માલૂમ પડતા તબીબે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરાયો. ઈમ્તિયાઝ સદ્દામ, ઉમર પીલા આણી મંડળી સામે ગુનો નોંધાયો.