સુરત શહેરમાં કરોડો રૂપિયાનો ખેલ કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સુમિત ગોએન્કાની દિલ્હીથી ડીસીપી ઝોન-૪ના સ્ક્વાડે ધરપકડ કરી છે. ડાયરીઓના નામે કરોડો-અબજાના ખેલ કરનારા સુમિત ગોયન્કા મોટા બિલ્ડરો અને કાપડ વેપારીઓનું ૭૦૦ કરોડનું ફૂલેકું ફેરવીને બિહાર ભાગી ગયો હતો બાદમાં બિહારથી દિલ્હી ભાગી ગયો હતો. વેસુ પોલીસ આરોપીની શોધખોળમાં જાડાઈ ગઈ હતી.
સુમિત અને તેની ટોળકીએ સિટીલાઇટ સૂર્યા પેલેસમાં રહેતા બિલ્ડર અભિષેક ગૌસ્વામીને વીઆઇપી રોડના સોલેરિયમ પ્રોજેક્ટમાં ૧૫ દુકાન વેચી ૧.૫૪ કરોડ લીધા હતા. આ કેસમાં શ્રેષ્ઠા ગૃપના ડેવલોપર્સના ભાગીદાર ભાવિન પટેલ, પ્રદીપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર શાહ, સુમિત ગોયન્કા, રાજુસીંગ અને ઓમકાર સીંગની તપાસ કરવા પોલીસ તેમના ઓફિસ અને ઘરે ગઈ હતી. અભિષેકે જણાવ્યું કે સુમિતે ઉધનાના એક બિલ્ડર પાસેથી ૨૫૦ કરોડ, એક મોટા બિલ્ડરો પાસેથી ૩૦૦ કરોડ, કાપડના વેપારીઓ પાસેથી ૧૫૦ કરોડ લીધા છે. આ અગાઉ સુમિત વિરુદ્ધ પોલીસમાં અરજીઓ પણ થઈ છે. ત્યારે આરોપી સુમિત ગોએન્કા દિલ્હીમાં ખાખરા વેચતા ઝડપાયો છે. કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર હતો. સુરત વેસુ પોલીસના ચોપડે સુમિત વોન્ટેડ જાહેર કરાયો હતો. તાજેતરમાં સુરતના ડિંડોલી અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. આ મોસ્ટ વોન્ટેડ આરોપીને ડીસીપી ઝોન-૪ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.