સુરતમાં કોવિડ સમયે યુવકને ઝોર માર મારવા બદલ એસીપી જે.ટી. સોનારા સામે કેસ નોંધવા કોર્ટે આદેશ આપ્યો છે. કાપોદ્રા પોલીસના ૪થી ૫ કર્મીઓ સામે આરોપ લાગ્યા હતા. પોલીસકર્મીઓને બચાવવા એસીપી સોનારાએ પગલાં લીધા ન હોવાથી સુરત કમિશ્નરને સમન્સ બજાવવા અદાલતે આદેશ આપ્યો છે.
સુરતમાં કોવિડ સમયે કોવિડકાળ દરમિયાન પોલીસકર્મી દિલીપ રાઠોડ, સંજય કરજાણીયા, જય, વિપુલ આહીર અને હરદીપસિંહ સામે યુવકને ઢોર માર માર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કાપોદ્રા પોલીસના ૪ થી ૫ કર્મીઓને બચાવવા બદલ એસીપી જે.ટી. સોનારા સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તપાસનો રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવા એસીપીને જણાવ્યું હતું. પોલીસકર્મીઓને બચાવવા એસીપી સોનારાએ પગલા નહોતા, મેડીકલ પુરાવા, ફોટોગ્રાફ્સ, કોલ રેકોર્ડ સહિતના નિવેદનો લીધા નહોતા. એસીપી સોનારાએ બનાવની જગ્યાનું પંચનામું પણ કર્યું ન હતું. એસીપી સોનારાને સમન્સ બજાવવા સુરત ઝ્રઁને કોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી ૧૬ મે ના રોજ કોર્ટમાં હાજર રહેવા એસીપીને આદેશ અપાયા છે.










































