સુરતમાં લૂંટારાઓ જાણે બેખૌફ થઈ ગયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુવક વરાછા કો-ઓપરેટિવ બેંકના છ્‌સ્માં રૂપિયા જમા કરાવવા માટે ગયો હતો. એ દરમિયાન ત્રણ શખસ છ્‌સ્માં પ્રવેશ કરીને જ્યારે યુવક પૈસા ભરી રહ્યો હતો ત્યારે તેની આસપાસ ગોઠવાઈ જઈને ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર બતાવીને લૂંટ ચલાવી હતી. ચહેરા પર માસ્ક અને રૂમાલ બાંધીને આવેલા લૂંટારાઓના ચહેરાથી યુવક તેમને ઓળખી શક્યો નહોતો. જાકે લૂંટારાઓએ ચલાવેલી લૂંટ ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સચિન જીઆઇડીસી વિસ્તારમાં ગઇકાલ રાતે ૯ઃ૫૦ વાગે ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ ચૌરસિયા (ઉં.વ.૨૭) વરાછા કો-ઓપરેટિવ બેન્કના એટીએમ સેન્ટરમાં પ્રવેશે છે. બેગમાં રૂપિયા ભરીને છ્‌સ્માં પ્રવેશ કરતાંની સાથે અન્ય ત્રણ ઈસમ જાણે તેનો પીછો કરતા હોય અને બેગમાં રકમ મોટી છે એ પ્રકારની માહિતી હોય એ રીતે અંદર પ્રવેશે છે. યુવક જ્યારે છ્‌સ્ તરફ મોં રાખીને ઊભો રહ્યો ત્યારે તેની પાછળ ત્રણ ઈસમ આવીને ઊભા રહી જાય છે. યુવકની પાછળ યુવકો ઊભા રહેતાં તેનો અંદાજ આવી ગયો હતો કે તેઓ બદઇરાદાથી છ્‌સ્ કેબિનમાં પ્રવેશ્યા છે. યુવક પોતાનો બચાવ કરે એ પહેલાં જ તેમનામાંથી એકે તીક્ષણ હથિયાર કાઢીને તેની બેગમાં રહેલી રોકડ રકમ લૂંટી લઇ તેઓ ફરાર થઈ ગયા હતા.
લૂંટની જે ઘટના બની છે એના સીસીટીવી સામે આવ્યા બાદ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઇ જાણભેદુ દ્વારા જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. યુવક પાસે મોટા પ્રમાણમાં રકમ છે એ બાબતની તેમને જાણ હોઈ શકે છે. હાલ સીસીટીવીના આધારે સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ગુનો નોંધી લૂંટારાઓનું પગેરું મેળવવા માટેના પ્રયાસો શરૂ કરાઈ રહ્યા છે.