સુરત આવકવેરા વિભાગની તપાસ નિર્દેશાલય (ડીડીઆઇ)શાખાએ આજે સવારે (૨૮ જાન્યુઆરી, ૨૦૨૬) શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ સામે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેના ભાગીદારો તરુણ ભગત અને પ્રવીણ ભુત સહિત લક્ષ્મી ગ્રુપનો સમાવેશ થાય છે.

આવકવેરા વિભાગની તપાસ શાખાએ જાણીતા ‘લક્ષ્મી ડાયમંડ’ જૂથના વિવિધ સ્થળોએ વ્યાપક દરોડા  પાડ્યા હતા. અહેવાલો અનુસાર, આઇટી અધિકારીઓની ટીમોએ સુરત અને મુંબઈમાં એક ડઝનથી વધુ સ્થળોએ સઘન તપાસ શરૂ કરી હતી, જેમાં વસંત ગજેરાના નેતૃત્વ હેઠળના જૂથ સાથે સંકળાયેલી ઓફિસો અને રહેઠાણોનો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં નાણાકીય દસ્તાવેજા, ડિજિટલ ડેટા અને હીરાના વેપાર સંબંધિત સ્ટોક વિગતોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે સર્ચ ઓપરેશન કરચોરી અને મોટા પાયે નાણાકીય વ્યવહારો અંગેની માહિતી પર આધારિત હતું જે એકાઉન્ટ બુકમાં નોંધાયેલા ન હતા. આ દરોડાએ સુરત હીરા બજારના અન્ય મોટા હીરા વેપારીઓમાં ડરનો માહોલ ઊભો કર્યો છે.

લક્ષ્મી ડાયમંડ ગ્રુપની સ્થાપના ૧૯૬૮માં થઈ હતી જ્યારે પરિવારના મોટા ભાઈ વસંત ગજેરા અમરેલીથી સુરત રહેવા આવ્યા હતા. તેમના પિતા, જે વ્યવસાયે ખેડૂત હતા, તેમણે વ્યવસાય શરૂ કરવા માટે પ્રારંભિક મૂડી તરીકે ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા. વસંતભાઈએ તેના બે ભાઈઓ, ધીરુભાઈ અને ગિરધરભાઈ સાથે મળીને સુરતમાં ભાડાના મકાનમાં માત્ર ત્રણ હીરા પોલિશિંગ વ્હીલ્સ સાથે વ્યવસાય શરૂ કર્યો હતો. બાદમાં, ૧૯૭૨માં, ‘લક્ષ્મી ડાયમંડ’ સંસ્થાની સત્તાવાર સ્થાપના થઈ. છેલ્લા ૫૦ વર્ષોમાં, કંપની ત્રણ ભાઈઓ દ્વારા સંચાલિત નાના એકમમાંથી વૈશ્વીક હીરા ઉદ્યોગમાં એક મોટા જૂથમાં વિકસીને આગળ વધી છે.વસંતભાઈએ ધીરુભાઈ અને ગિરધરભાઈ સાથે મળીને સુરતમાં ભાડાના મકાનમાં ફક્ત ત્રણ હીરા પોલિશિંગ વ્હીલ્સ સાથે વ્યવસાય શરૂ કર્યો હતો.