સુરતમાં આયુષ્યમાન કાર્ડના નામે ગોરખ ધંધો ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ યોજના સારવાર કરાવવા માટે ગરીબ- મધ્યમ વર્ગના લોકોને આર્શીવાદરૂપ સાબિત થઈ છે પરંતુ ક્્યાંકને ક્યાંક આમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો છે કે આ કાર્ડ રિન્યુ કરાવવા માટે અરજદારો પાસેથી ૪ હજાર લેવામાં આવે છે. અને જા પૈસા ન મળે તો બે મહિના સુધી અરજી પેન્ડીંગ રાખવામાં આવે છે. તો બીજી તરફ પાલિકાના વિપક્ષે ભ્રષ્ટાચાર અને એજન્ટોની મિલીભગત સામે તાત્કાલિક તપાસ કરવા માંગણી કરી છે.
આ મામલે સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે.પરંતુ સુરતમાં આ યોજનામાં ભારે ભષ્ટરાચાર અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે.
અરજદારો આ કાર્ડને રિન્યુ કરાવવા માટે આવે છે. તેમની પાસેથી ૪ હજાર લેવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે અરજદાર ફાસ્ટ એપ્રુવલ માટે પૈસા આપે છે. તેમના કાર્ડ માત્ર બે કલાકમાં એપ્રુવ થઈ જાય છે. જે અરજદાર પૈસા ન આપે તેમને એકથી બે મહિના સુધી ધક્કા ખાવા પડે છે અથવા તો તેમની અરજી પેન્ડીંગ રાખવામાં આવે છે.
દલાલો અને સરકારી વિભાગના અમુક અધિકારીઓની મિલીભગત વગર આ કામ શક્્ય નથી. જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવે છે. જા આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓમાં આવો ભાર્શ્તાચાર થતો હોય તો બીજી યોજનાઓમાં શું ન થતુ હોય તે સવાલ થઈ રહ્યો છે.આવા લોકોને લીધી જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર થી વંચિત રહી જાય છે. અને આનો બીજા લોકો ફાયદો લઈ જાય છે. સાથે જ વિપક્ષે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.








































