અમરેલીમાં રહેતી એક યુવતીના લગ્ન સુરતના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી પતિએ સારી રીતે રાખ્યા બાદ કરિયાવદ મુદ્દે ત્રાસ આપ્યો હતો. તેમજ ઢીકાપાટુ માર્યા હતા. જેનાથી ત્રાહિમામ પોકાર્યા બાદ પિયર પરત ફરી હતી અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. બંસીબેન અલ્પેશભાઇ ગોહિલે સુરતના અમરોલીમાં રહેતા પતિ અલ્પેશભાઇ અરવિંદભાઇ ગોહિલ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના લગ્નજીવન તા.૨૩/૦૨/૨૦૧૪થી તા.૨૪/૧૦/૨૫ દરમ્યાન પતિએ ઘરકામ તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. ઉપરાંત ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. પંડ્‌યા વધુ તપાસ કરી રહ્યા છે.