દક્ષિણ ગુજરાત સ્થિતિ ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઇ ગયો છે. ૧ નવેમ્બર ૨૦૨૫થી ડેમની સપાટી ૩૪૫ ફૂટ નોંધાઈ છે, જે ભયજનક ગણાય છે. નવેમ્બર મહિનામાં ૩૪૫ ફૂટથી વધુ ૨૫ વર્ષમાં માત્ર ૪ વખત જ ડેમની સપાટી રહી છે. હાલ પણ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક થઈ રહી છે. તેના પગલે જેટલું પાણી આવે છે તેટલું પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે. જેના પગલે હાલ પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો વીયર કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ છે. હાલ પણ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે.છેલ્લા ૨૫ વર્ષના આંકડાઓ જાવામાં આવે તો ઉકાઈ ડેમની સપાટી ૪ વાર ૩૪૫ ફૂટને પાર પહોંચી છે. જ્યારે ૩ વાર એવુ બન્યું છે કે, સપાટી ૩૪૫ ફૂટની નજીક સુધી પહોંચી છે. આ વર્ષે પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઉકાઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં ક્્યારેક ધોધમાર તો ક્્યારેક છૂટોછવાયો વરસાદ પડયો હતો. જેના કારણે ૧ નવેમ્બર સુધી પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ રહી છે. સામાન્ય રીતે ઓક્ટોબર મધ્ય પછી પાણીની આવક ઘટી જતી હોય છે, પરંતુ આ વર્ષે નવેમ્બર માસના આરંભ સુધી ડેમમાં પાણીનો પ્રવાહ જળવાયેલો રહ્યો છે.ઉકાઈ ડેમમાં સતત પાણી ની આવકના પગલે છેલ્લા ચાર મહિનાથી ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો સિંગણપોર અને રાંદેરને જાડતો કોઝ વે છેલ્લા ચાર મહિનાથી ઓવર ફ્લો થઈ રહ્યો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી ૩૪૫ ફૂટ છે અને ૨૨,૦૦૦ થી વધુ ક્્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેના પગલે જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે.વર્ષ ૨૦૦૬ બાદ ઉકાઈ ડેમની સપાટી છેલ્લા પાંચ વર્ષમાં સતત ઊંચી જળસપાટી પર રહી છે, જે ઉપરવાસના સતત વરસાદ અને સમાન વરસાદી વિતરણનું પરિણામ છે. વર્ષ ૨૦૦૬માં સૌથી વધારે ૩૪૬ સપાટી રહી છે. કારણ કે તે વર્ષે પૂર આવ્યું હતું. વર્ષ ૨૦૦૬ બાદ સપાટીને કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ થયો હોય તેવું આંકડા પરથી જાઈ શકાય છે.ઉકાઈ ડેમમાંથી જ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારી સુધી ખેતી તેમજ પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ વર્ષે પણ પૂરતું પાણી ઉપલબ્ધ રહેતાં આવનારી સીઝનમાં સિંચાઈ માટે પાણીની અછત રહેવાની શક્્યતા નથી. હાલ કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ બગાડી છે, પરંતુ ડેમનું પાણી ઉનાળાના પાક સુધી રાહત આપશે. સુરત જિલ્લામાં નર્મદા કેનાલ, ઉકાઈ કેનાલ અને મિની માઇનર પ્રોજેક્ટના માધ્યમથી પાણીનો સપ્લાય સતત સુવ્યવસ્થિતિ રીતે થશે એવી અપેક્ષા છે.છેલ્લા પાંચ વર્ષથી નવેમ્બર મહિનામાં ઉકાઈ ડેમની સપાટી ૩૪૪ ફૂટથી વધુ નોંધાતી આવી છે. આ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદી પેટર્ન ભલે બદલાઈ હોય, પરંતુ ઉપરવાસ વિસ્તારમાં જળસંચય પૂરતો રહ્યો છે. દક્ષિણ ગુજરાત માટે ઉકાઈ ડેમની આ સપાટી પીવાનું પાણી, ખેતી અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે જીવનદોરીરૂપ આશીર્વાદ સમાન છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરથી જળસંકટ ટળી ગયું છે. આનાથી આગામી એક વર્ષથી વધુ સમય માટે સિંચાઈ અને ઔદ્યોગિક હેતુઓ માટે પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે, જે પ્રદેશના લોકો માટે સારા સમાચાર છે.તાપી નદી, જેના પર ઉકાઈ ડેમ આવેલો છે, તે સુરત શહેર ઉપરાંત ૧ કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે.









































