ગુજરાતમાં એક પછી એક સ્કૂલના બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. આજે અમદાવાદની એક સ્કૂલમાં ૪ બાળકો પોઝિટિવ આવ્યા બાદ સુરતની સ્કુલમાં કોરોનાનો પગ પેસારો થયો છે ડુમસની ડીપીએસ સ્કૂલમાં ધોરણ ૧ના બે બાળકો કોરોના સંક્રમિત થયા છે.જેને લઈને ડીપીએસ સ્કૂલ ૭ દિવસ માટે બંધ કરાઇ છે.અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.
કોરોનાનાં કેસ સામે આવ્યા બાદ આ બન્ને શાળાઓને એક અઠવાડિયા માટે બંધ રાખવાનાં આદેશ આપવામાં આવ્યા છે. સાવચેતીનાં ભાગરૂપે આ શાળાઓમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે.