સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આવાસમાં ચાલી રહેલા કુટણખાના સુરત પોલીસે બાતમીના આધારે રેડ કરી ૭ લલનાઓને છોડાવી હતી. જ્યારે ૬ ગ્રાહક, કુટણખાનું ચલાવનાર મેનેજર, ગ્રાહક લાવનાર તેમજ અન્ય ૩ ને પણ પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મહિલાઓ ગ્રાહક પાસેથી રૂ ૬૦૦ થી ૮૦૦ વસુલતા હતા. જે પૈકી અડધી રકમ લલનાઓને આપવામાં આવતી હતી.
સુરતના પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે આવાસ ના રૂમ નંબર ૧૧, ૧૨ અને ૧૩માં કુટણખાનું ચલાવવામાં આવતું હતુ. જેમાં બહારથી ગ્રાહકોને બોલાવી શરીર સુખ અપાવી પૈસા વસુલ કરવામાં આવતું હતું. બાતમીના આધારે પોલીસે ચારેય તરફ કોર્ડન કરી રેડ કરી હતી. રેડ દરમિયાન રૂમ માંથી ૬ જેટલી લલનાઓ મળી આવી હતી. લલનાઓની તપાસ કરતા એક યુપી, ૪ પશ્ચિમ બંગાળ અને ૨ ઓરિસ્સાની હોવાનું બહાર આવ્યુ હતું. આ સાથે પોલીસે ૬ ગ્રાહક અને કુટણખાનું ચલાવનાર મેનેજર સંતોષ પાલ અને ગ્રાહક લાવી આપનાર મનું ઉર્ફે મંગલ સિંગને ઝડપી પાડ્યા હતા.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, છેલ્લા ૮ થી ૯ મહિનાથી આ કુટણખાનું ચલાવવામાં આવતું હતું. જેમાં ગ્રાહકો પાસેથી ૬૦૦ થી ૭૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હતા. જે રકમમાંથી લલનાઓને અડધી રકમ આપવામાં આવતી હતી. અગાઉ પોલીસ ને જ્યારે પણ બાતમી મળી હતી કે તુરત કુટણખાનું ચલાવનાર સંચાલકને માહિતી મળી જતી હતી અને તેઓ આવાસ એકબીજાથી કનેક્ટ હોવાથી તેઓ ભાગી છુટતા હતા. જેથી આ વખતે પોલીસે પહેલેથી જ ચારેય તરફ કોર્ડન કરી દઈ રેડ કરી હતી. હાલ પોલીસે સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે.








































