સુરતના સામાજીક અગ્રણી ઘનશ્યામ બિરલાએ પોતાના પિતાજી સ્વ. છગન ભગત વસાણીની ૧૩મી પુણ્યતિથિ લોકહિતના સામાજિક કાર્ય દ્વારા મનાવી હતી. સ્વ. છગન ભગત વસાણી બગસરામાં રામદેવપીર મંદિરના ભૂમિદાતા છે. આ તકે ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે, લોકોના હૃદયમાં બાપુજીની સ્મૃતિ કાયમ રહે તેવી મારી લાગણી રહી છે. આથી લસકાણા કામરેજ ખાતે શ્યામનાથ મહાદેવના પટાંગણમાં પર્યાવરણનું જતન થાય તેવા ૧૦ ફૂટ ઉંચા વડલો, પીપળો, લીમડો, કણજી, સપ્તપર્ણી, ઉમરો, સિંદૂર જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વતન બગસરાની હોસ્પિટલમાં ચક્ષુ નિદાન કેમ્પનું આજીવન સૌજન્ય આપવામાં આવ્યું છે. તેમજ પોતે જે સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું તે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા હતા. ઘનશ્યામભાઇએ સુરતમાં પણ અન્ય સેવાકાર્યો કર્યા હતા.