રાજયમાં ધીમે-ધીમે કોરોના કેસ વધતા જતા હોવાથી તંત્રમાં ચિંતાનો માહોલ છવાયો છે. લોકો રસીકરણ કરાવવા માટે ઉત્સાહિત ન હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સુરતમાં ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થાય તે માટે કોંગી અગ્રણી નિલેશભાઈ કુંભાણી દ્વારા સરદાર ફાર્મ, યોગી ચોક ખાતે આવતીકાલ તા.૧૪ને મંગળવારના રોજ સવારે ૧૦થી રાતના ૮ વાગ્યા સુધી વેક્સિનેશન્નું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે અને કોરોના સામે વધુ સુરક્ષિત બને તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.