સુરતમાં સગીરા પરના દુશ્સુકર્રમના કેસમાં પોલીસે ગોડાદરામાં વીઆર કોફી શોપની આડમાં ગેરકાયદે કપલ બોક્નાસ ચલાવતા કાફે સંચાલકની ધરપકડ કરી છે. તપાસમાં કાફે સંચાલક કપલ બોક્સ બનાવીને કપલ પાસેથી કલાકના રૂ.૩૦૦ રૂપિયા ચાર્જ વસુલતો હોવાનું બહાર આવ્યું છે. લિંબાયતમાં ૨૧ વર્ષીય યુવકે ૧૫ વર્ષીય સગીરાને કાફેમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં પોલીસે કાફે સંચાલકની ધરપકડ કરી હતી.
લિંબાયત વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય સગીરાને નજીકની સોસયાટીમાં રહેતો ૨૧ વર્ષીય યશ ઉર્ફે વિક્કી પ્રકાશ બોરાની છેલ્લા એક વર્ષથી ગોડાદરા વિસ્તારમાં આવેલા કાફેમાં લઈ જતો હતો. અને બળજબરી યૌનશોષણ કરતો હતો. સતત ડરેલી રહેતી સગીર પુત્રીની માતાએ ગત ૨૫ સપ્ટેમ્બરે પૂછપરછ કરતાં તે દુષ્કર્મનો ભોગ બની હોવાનું જણાવ્યું હતું.માતાની ફરિયાદને આધારે લિંબાયત પોલીસે સપ્ટેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. પોલીસે સગીરાની પૂછપરછ કરતાં યશ આભા તેને ગોડાદરામાં વીઆર કોફી શોપમાં લઈ જઈ યૌનશોષણ કરતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તપાસ કરતાં ગોડાદરામાં વીઆર કોફી શોપનો સંચાલક રવીન્દ્ર ઉર્ફે સોનુ નવલ પાટિલ કોફી શોપની આડમાં ગેરકાયદે કપલ બોક્સ ચલાવી રહ્યો હતો. આ કપલ બોક્સ બનાવી તેમાં કપલ પાસેથી કલાકના ૩૦૦ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતો હતો.કાફેની આડમાં શરૂ થઈ ગયેલા કપલ બોક્સમાં સગીરાના યૌનશોષણની ઘટના બનતાં લિંબાયત પોલીસે કાફે સંચાલક રવીન્દ્ર ઉર્ફે સોનુ નવલ પાટીલ દુષ્કર્મના ગુનામાં મદદગાર તરીકે સહઆરોપી બનાવ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. જોકે, આ મામલે સબ ઇન્સ્પેક્ટર પી.ડી. કોટવાલ વધુ તપાસ કરી રહ્યા છે.