અડાજણ તરફથી ચોક તરફ આવતા બ્રિજ ઉપર ડાબા હાથ પર જે પાળી બનાવી છે તે અડાજણ નાકાથી ચોક છેડા સુધી સળંગ ઘણી બધી જગ્યાઓએ અત્યંત જર્જરીત અને જાખમી હાલતમાં દેખાય છે. પાળીના ટોપ પર નીચે તરફ સળીયાઓ દેખાતા થયા હોવાની રજૂઆત સાથે સાંસદ મુકેશ દલાલએ મનપા કમિશ્નરને પત્ર લખીને તાકીદે રીપેરીંગ કરવા માંગ કરી છે.
સાંસદ મુકેશ દલાલએ મનપા કમિશ્નરને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ૧૯૬૬ પહેલા સુરતમાં રાંદેર-અડાજણ સાથે જાડતો એક માત્ર બ્રિજ હોપપુલ હતો. ત્યાર બાદ શહેરનો વિકાસ થતા તેની જ બાજુમાં ૧૯૬૬માં એક નવો બ્રિજ રૂપિયા ૬૯ કરોડના ખર્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, સદર બ્રિજ બન્યા બાદ જુનો હોપપુલ પબ્લીક અવર-જવર માટે બંધ કરી દેવાતા તે માત્ર ઐતિહાસિક પુલ બની ગયો હતો. ૨૦૧૫માં આ બ્રિજની બાજુમાં રૂપિયા ૭૦ કરોડના ખર્ચે એક નવો બ્રિજ સુરતની જનતાને અર્પણ કરવામાં આવ્યો હતો.
હાલ આ બ્રિજ ઉપર અડાજણ તરફથી ચોક તરફ આવતા બ્રિજ ઉપર ડાબા હાથ પર જે પાળી બનાવી છે તે અડાજણ નાકાથી ચોક છેડા સુધી સળંગ ઘણી બધી જગ્યાઓએ અત્યંત જર્જરીત અને જાખમી હાલતમાં દેખાય છે. પાળીના ટોપ પર નીચે તરફ સળીયાઓ દેખાતા થઈ છે. ઉપરાંત પાળીના નીચેના ભાગમાં ઘણી બધી જગ્યાઓએ નાના મોટા બાકોરા પડી ગયા છે. કેટલાક બાકોરા તો એટલા મોટા છે કે આખોને આખો બાળક અથવા માણસ પણ નદીમાં પડી જઈ શકે છે. આ બ્રિજ ઉપર સુરતીઓ રાત્રીના સમયે ચાલવા માટે અથવા બાળકો સાથે ફરવા માટે આવતા હોય છે.