અમરેલી જિલ્લામાંથી મોબાઇલ ચોરીની વધુ બે ઘટના નોંધાઈ હતી. સાવરકુંડલામાં રહેતા અજયભાઈ કનુભાઈ ગોંડલીયાએ જાહેર કર્યા મુજબ, તેઓ નાવલી બજારમાંથી મણીભાઈ ચોક પાસે આવેલી પાન-માવાની દુકાને ગયા ત્યારે રસ્તામાં પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ પડી જતાં અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. સુરતના કામરેજમાં રહેતા મનિષભાઈ બાબુભાઈ બોરડ (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, તેઓ ધારીના વીરપુર ગામે સુરાપુરા દાદાના દર્શન કરવા ગયા હતા. આ સમયે ફોન પડી જતાં અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને લઈ ગયો હતો.