સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ તેમના મિત્રો સાથે કારમાં બેઠા હતા. ત્યારે ડિંડોલીમાં પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકી કંઈપણ પૂછ્યા વગર ત્યાં આવ્યો હતો અને લાતો, મુક્કા અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે પીઆઇ સામે ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો. જેથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે કોઈ ગુનો કર્યા વિના નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઇને રૂ.૩ લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે પીઆઇએ જીવનભર યાદ રાખવું જાઈએ કે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે. ભવિષ્યમાં પણ તે વ્યક્તિને હાથ કે પગ ઊંચો કરીને લાત મારવાની સજા યાદ રાખશે. પોલીસ દબાણમાં કામ કરી શકે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી.
પીઆઈએ જાહેરમાં ન્યાયતંત્ર વિશે અભદ્ર શબ્દો બોલ્યા હોવાની રજૂઆત કરવામાં આવતાં કોર્ટે પૂછ્યું હતું કે, સરકાર આવા પીઆઈ સામે પગલાં કેમ લેતી નથી? ચાલી રહેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ નિર્જર દેસાઈએ પીઆઈ સામે શું પગલાં લેવા જાઈએ તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારી પાસેથી સૂચનાઓ માંગી હતી.
‘આવતીકાલે પોલીસ મને કારણ વગર લાત પણ મારી શકે છે’ ફરિયાદ પક્ષના વકીલે ઘટનાની રાત્રે હાઈકોર્ટમાં ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા. આ જાઈને હાઈકોર્ટે પીઆઈને આડે હાથ લેતા કહ્યું કે તમે હીરો બનીને ફરતા હો તો પછી કોઈ ગુના વગર કોઈની હત્યા કેમ કરો છો? તમે કોઈને પૂછ્યા વગર કેવી રીતે લાત મારી શકો? જા પોલીસનું આવું દમન હવે બંધ નહીં થાય તો કાલે પોલીસ મને કોઈ કારણ વગર લાત મારી શકે છે. સાચો આરોપી હોય તો પણ તેને પૂછ્યા વગર લાત મારી શકાય નહીં.
હાઈકોર્ટ હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, પીઆઇ પોતાને ફિલ્મના હીરોની જેમ જીપમાંથી કૂદીને સીધા નિર્દોષ વ્યક્તિને લાત મારે છે તે સીસીટીવી ફૂટેજમાં દેખાતો પુરાવો છે. પોતાને હીરો સમજતા પીઆઇને કોઇ સંજાગોમાં માફ કરી શકાય નહીં. પીઆઇએ સત્તાનો દુરુપયોગ કર્યો છે. અમેરિકામાં આ પ્રકારનો ગુનો બને તો પોલીસવાળા સામે શું થાય છે? તે તપાસી જુઓ. પીઆઈએ વકીલને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.