(એ.આર.એલ),સુરત,તા.૧
સુરતમાં નરાધમ સાવકા પિતાએ પુત્રી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી ગઈ છે. સાવકા પિતાએ ૧૨ વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેણે ઘરમાં એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યુ હતું. ઘરમાં કોઈ હોય નહી ત્યાં સાવકો પિતા બાળકીને હવસનો શિકાર બનાવતો હતો.
હવસનો ભોગ બનેલી કંટાળેલી સગીરાએ સાવકા પિતાને તેની હવસનો શિકાર બનાવતો વિડીયો બનાવ્યો. સગીરાએ તેની બહેનપણીની મદદથી સાવકા પિતા દુષ્કર્મ કરતા હતા તે વિડીયો બનાવ્યો હતો. વિડીયો બનાવ્યા પછી માતાને બતાવ્યો હતો. તેના પગલે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે બળાત્કાર ગુજારનારા નરાધમ રાજુ અજાધ્યાની ધરપકડ કરી હતી. આમ તેના પર પોક્સો લાગશે તે નિશ્ચિત છે