નકલી પીએસઆઈએ સોનીને પીએસઆઇની ઓળખ આપી રૂપિયા પડાવતા ભાવનગર ગંગાજળીયા શખ્સને ઝડપી તપાસ હાથ ધરી હતી. નકલી પીએસઆઈએ વિજયસિંહ ગોહિલ તરીકે પોતાની ઓળખ આપી ભાવનગરમાં વોરા બજારમાં નારેશ્વર જ્વેલર્સના નામથી સોનીને ગઠિયાએ ‘હુંં પીએસઆઇ બોલું છું અને તમે ચોર કરતા શખ્સ પાસથે ચેઈન ખરીદી છે એટલે ચેઈનના રૂપિયા પને ગૂગલ પે કરી દો અહીં તો તમારી સામે કેસ કરી દઈશ’ કહી રૂપિયા ૩૧,૫૦૦ પડાવ્યા હતા. અલ્પેશભાઈ ધ્રાંગધરીયા નામના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે અલ્પેશભાઇ ચીમનભાઇ ધ્રાંગધરીયાએ ફરિયાદમાં આરોપી તરીકે અભિષેક સાવલીયાનું નામ જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ૭ ઓક્ટોબરના રોજ ફરિયાદીના ફોન પર ફોન આવ્યો હતો અને ફોન કરનારા શખ્સે પોતાનું નામ વિજયરાજસિંહ ગોહિલ હોવાનું અને તે સુરત પોલીસમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા બજાવતા હોવાનું જણાવ્યું હતું. સુરતના નકલી પીએસઆઇને ભાવનગર પોલીસે રિમાન્ડ પર લીધો છે. સૌ પ્રથમ વાપી પોલીસે આરોપીને ઝડપયા બાદ ભાંડો ફૂટ્યો હતો.
અગાઉ નકલી પીએસઆઇ બની વાપીના સોનાના વેપારી પાસેથી રૂપિયા પડાવનાર શહેરનાં ઈસમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. વલસાડ પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે. વાપીમાં આલમગીરમાં રહેતા અભિષેક પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. સોનીને ‘હું પીએસઆઇ અર્જુનસિંહ ઝાલા વડોદરાથી બોલું છું તેવું બોલી અમે એક સ્ત્રીને પકડી છે જે નાની મોટી ચોરી કરે છે અને તેને તમારી દુકાનમાંથી અંદાજે ૫ ગ્રામની સોનાની ચેન રૂપિયા ૨૯,૫૦૦માં વેચી હતી, જા તમે રૂપિયા ૨૯,૫૦૦ આપી દો તો હું કેસ બંધ કરી દઈશ, જા તમે રૂપિયા નહીં આપો તો હું તમારી દુકાન ઉપર પોલીસની ટીમ મોકલું છું’ તેવી ધમકી આપી ૨૯,૫૦૦ રૂપિયા પડાવ્યા હતા.