ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં હત્યા, લુંટફાટ કે અપહરણની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ વચ્ચે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના કીમના કુદસદ ગામની હદમાં આવેલ મુન્ના એજન્સીમાં બની છે, જ્યાં વહેલી સવારે આધેડની તેના જ ઘરમાં ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ, સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના કુદસદ ગામના મુન્ના એજન્સી વિસ્તારમાં વાલજી સોલંકી નામના આધેડ કોન્ટ્રાકટરની રહે છે, જ્યાં તેઓના ઘરમાંથી લોહીના ધબ્બા, તીક્ષ્ણ હથિયાર જાવા મળ્યા હતા, ત્યારબાદ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, આધેડ કોન્ટ્રાકટરની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
જા કે આ ઘટનાનું સૌથી ચર્ચિત બાબત એ છે કે, લાશ નજીકથી કોન્ડમના પેકેટ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત આરોપીએ એટલી ક્રૂર રીતે મૃતક વાલજી સોલંકીને તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા કે, તેમની લાશ વિકૃત થઈ ગઈ હતી. બીજી બાજુ આ ઘટના બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
હત્યા બાદ પોલીસ દોડતી થઈ હતી. હત્યા બાદ સ્થાનિક કીમ પોલીસ, જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આધેડની જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી હતી એ જાતાં કોઈ આડા સબંધ કે પછી જૂની કોઈ અદાવતમાં હત્યા કરવામાં આવી હોય. હત્યાનું સાચું કારણ જાણવા પોલીસ કામે લાગી છે અને આરોપીના કોલર સુધી પહોંચવા આકાશ પાતાળ એક કરી રહી છે.
કિમ પૂર્વ વિસ્તારમાં આધેડની હત્યા બાદ પોલીસે એફ.એ.સેલ અને ડોગ સ્કોર્ડની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે કિમ પોલીસ આરોપી સુધી ક્યારે પહોંચે છે એ તો સમય બતાવશે.