બે દિવસ પહેલા બોર્ડ દ્વારા ધો. ૧૨ વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું. સુરતનાં સિંગણપોરન ખાતે રહેતા ભાવિન મારૂ નામનાં વિદ્યાર્થીએ ધો. ૧૨ કોમર્સની પરીક્ષા આપી હતી. જેનું પરિણામ બે દિવસ પહેલા આવ્યું હતું. ભાવિન મારૂએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની એક્ષ્ટર્નલ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ ભાવિન મુંબઈમાં તેનાં કાકાનાં ઘરે ગયો હતો. તા. ૯ મે નાં રોજ રિઝલ્ટ હોવાથી ભાવિન પરત પોતાનાં ઘરે આવ્યો હતો. જે બાદ શુક્રવારે રિઝલ્ટ જાહેર થયું હતું. ભાવિને ધો. ૧૨ કોમર્સની પરીક્ષામાં ૬૦ ટકા આવ્યા હતા. ત્યારે ધાર્યા કરતા સારૂ પરિણામ ન આવતા ભાવિનને લાગી આવતા તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ સમગ્ર બાબતે પરિવારજનોને જાણ થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આ સમગ્ર બાબતે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જા મેળવી તેને પીએમ અર્થે મોકલ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પરિવારજનોનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.