દિવાળીના વેકેશન સમયે અનેક લોકો વતનમાં આવ્યા છે. આ દરમિયાન સુરતથી અમરેલી સસરાના ઘરે આવેલા જમાઈની કારમાં આગ લાગી હતી. બનાવ અંગે સુરતના નાના વરાછામાં ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતા મૂળ વરસડાના હીમલાયભાઈ ભગવાનભાઈ કીકાણી (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, તેઓ કાર લઈને સસરાના ઘરે આવ્યા હતા અને ખુલ્લા પ્લોટમાં ઝાડ નીચે મૂકી હતી. જેમાં કોઈપણ રીતે આગ લાગી હતી. જેમાં બંને સીટ સુધીનો ભાગ સળગી ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.