શહેરમાં ૧૩ વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકાનું વડોદરા કનેક્શન સામે આવ્યું છે. ૨૩ વર્ષીય શિક્ષિકા, વિદ્યાર્થી સાથે અલકાપુરીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. ગેસ્ટ હાઉસમાં શિક્ષિકાએ માસૂમ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ભાણેજ છે,પાવાગઢ જવાનું છે તેમ કહી ફોટા સાથેનું આઇકાર્ડ રજૂ કર્યું હતું. ગેસ્ટ હાઉસમાં બંને એક રૂમમાં જ રહ્યા હતા. સુરત પોલીસને ચકમો આપવા શિક્ષિકાએ બદલેલો નંબર વડોદરા પોલીસે શોધી આપ્યો હતો. સયાજીગંજ પોલીસે આપેલા નવા નંબર પરથી સુરત પોલીસે શિક્ષિકાને ઝડપી પાડી હતી.

ગુરુ શિષ્યને લાંછન લગાડતો કિસ્સો હાલ સુરતમાં બન્યો છે. સુરતની શિક્ષિકા અને વિદ્યાર્થીનો કિસ્સો આખા રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે. સુરતની ૨૩ વર્ષીય શિક્ષિકાએ ૧૩ વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પુણા પોલીસે ચાર દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી ઝડપી પાડ્યા હતા. જે બાદ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે અનેકવાર શારીરિક સંબંધ પણ બંધાયા છે. તો આ કેસમાં હવે બંનેના તબીબી પરીક્ષણ દરમિયાન નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ છે. શિક્ષિકાએ આ ગર્ભ ૧૩ વર્ષના વિદ્યાર્થીનો હોવાનો દાવો કર્યો છે. આ બંને છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધ ધરાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના કરિયાણાની દુકાનદારના ૧૩ વર્ષના પુત્રનું તેની જ સ્કૂલની શિક્ષિકા અને તે જેને ત્યાં ટ્યુશન કરવા જતો હતો તે શિક્ષિકા માનસી રજનીકાંત નાઈએ અપહરણ કર્યાની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ શિક્ષિકા મૂળ મહેસાણાની અને હાલ વિદ્યાર્થીના ઘર પાસે જ રહેતી હતી.પોલીસે મહિલા શિક્ષિકા વિરુદ્ધ પોક્સો  લગાવ્યો છે. જોકે, માનસીને હાલ પાંચ માસનો ગર્ભ છે. તેની પૂછપરછમાં મોટી વાત સામે આવી છે. માનસીએ તપાસમાં જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષથી આ વિદ્યાર્થી તેની પાસે એકલો જ ભણતો હતો. જેથી તેઓ ઘણીવાર એકાંત માણતા હતા. જેના કારણે તે ગર્ભવતી બની છે. પુણા પોલીસે માનસીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, સુરતમાં કરિયાણાની સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના દુકાનદારનો ૧૩ વર્ષનો મોટો દીકરો પરવટ પાટિયા પાસેની શિક્ષિકા માનસી રજનીકાંત નાઈ (ઉં.વ. ૨૩)ને ત્યાં ટ્યુશન જતો હતો. તેની સ્કૂલમાં પણ એ જ શિક્ષિકા હતી. સ્મિત ૨૫ એપ્રિલના રોજ બપોરે એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો. સ્મિત ગુમ થતા માતા-પિતાએ શોધખોળ કરી હતી. જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તે તેની ટ્યુશન ટીચર માનસીનો હાથ પકડીને જતો દેખાય છે. આ પછી જ્યારે વિદ્યાર્થીના માતા-પિતા ટ્યુશનના ટીચરના ઘરે ગયા હતા. જ્યાં ટીચરના માતાએ તેમની દીકરી ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટીચરનો ફોન બંધ આવતો હોવાથી વિદ્યાર્થીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ચાર દિવસે પોલીસ તેમને લઈને સુરત આવી હતી અને તેમની પૂછપરછ કરતા માનસીએ પરિવારે ઘરકામ બાબતે ઠપકો આપે છે તેમ જણાવ્યું હતું. જેમ જેમ પોલીસની તપાસ આગળ વધી તેમ તેમ અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. બંને સુરતથી વડોદરા, અમદાવાદ, દિલ્હી, વૃંદાવન, જયપુર ગયા હતા અને તે દરમિયાન વડોદરામાં રોકાયા ત્યારે ફરી સંબંધ બાંધ્યો હતો.