વિદેશ અભ્યાસ માટે ત્રણ વાર વિઝા રિજેક્ટ થયા બાદ લોકડાઉન આવી જતા માનસિક તણાવગ્રસ્ત વિદ્યાર્થીએ એસિડ પી આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખેડૂત પિતાના એકના એક દીકરાના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક સનીને ન્યૂઝિલેન્ડમાં રહેતી ફોઈએ સ્પોન્સરશીપ પણ આપી હોવા છતાં ત્રણ વાર વિઝા રિજેક્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે.
સનીના પરિવારે જણાવ્યું હતું કે, ઘટના ૨૨ નવેમ્બરના રોજ બની હતી. ઘરમાં જ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવેલા દીકરા સની (ઉ.વ. ૨૧)ને તાત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં લગભગ ૧૦ દિવસ સુધી મોત સામે લડી રહેલા દીકરાએ હાર માની જીવ છોડ્યો હતો. સની ધોરણ-૧૨ સાયન્સમાં પાસ થયા બાદ વિદેશમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી કેરિયર બનાવવા માગતો હતો.ખેડૂત પિતાના એકના એક દીકરાને ન્યૂઝિલેન્ડમાં રહેતી ફોઈએ અભ્યાસ માટે સ્પોન્સરશિપ આપી હતી. સનીએ એ સ્પોન્સરશીપ સાથે ન્યૂઝિલેન્ડ એમ્બેસીમાં સ્ટુડન્ટ વિઝા માટે એપલાય કર્યું હતું.
એકવાર નહિ ત્રણ-ત્રણ વાર સનીના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ક્યારેક બેન્ક બેલેન્સ, તો ક્યારેક ફાઇલ તો ક્યારેક કોઈ પણ કારણ વગર એટલે સની માનસિક તણાવમાં આવી ગયો હતો.વારંવાર વિઝા રદ્દ થયા બાદ લોકડાઉન આવું જેમાં સની ફરી હતાશ થઈ ગયો હતો. આગળ અભ્યાસના તમામ સ્વપ્ન વિખેરાતા હોય એમ કહી માનસિક તણાવમાં રહેતો હતો. આવા સંજાગોમાં ૨૨મી નવેમ્બરે સનીએ આપઘાતના ઇરાદે ઝેરી દવા પી લીધી હતી. હું તો એટલું જ કહીશ વારંવાર પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને જ સફળતા મળે છે બસ હિંમત હારવી ન જાઈએ તેમ પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું