સુરતનાં સરથાણા વિસ્તારમાં બાયોડીઝલ ગેરકાયદેસર વેપાર મામલે સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો કે આ કેસની તપાસ ગાંધીધામ સુધી પહોંચતા ઇકો સેલ દ્વારા તપાસ કરતા આ નેટવર્ક ગાંધીધામ સુધી પોહચી હતી ત્યાં અરિહંત એન્ટરપ્રાઈઝનાં કરતા હરતા રાજ્ય મંત્રી પુત્ર અને તેના ભાગીદારનું નામ સામે આવ્યું હતું આ બાબતે પોલીસે અનેક વખત સમન્સ બજાવવા છતાં હાજર ન થતા આખરે પોલીસે મંત્રીનાં પુત્ર ભાગીદાર કચ્છ ખાતેથી ધરપકડ કરી છે.
ઇકોસેલે ભાવેશ શેઠને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગુજરાતમાં ચાલતા નકલી બાયોડીઝલ મામલે ગુજરાત સરકાર દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું છે ત્યારે થોડા સમય પહેલા સુરતના સરથાણા વિસ્તારમાંથી બાયોડીઝલનું વેચાણ કરતા મનીષ મારવાડી નામનાં વ્યક્તિની સુરત પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે મનીષ મારવાડી તપાસમાં તાર ગાંધીધામ તપાસમાં બહાર આવ્યા હતા.
ઈકો સેલની ટીમે ગાંધીધામની પેઢી અરિહંત એન્ટરપ્રાઈઝના કર્તાહર્તા અને પુર્વ રાજ્યમંત્રીના પુત્ર તથા તેના ભાગીદાર નામ બહાર આવ્યા હતા અરિહંત એન્ટરપ્રાઈઝના ભાવેશ શેઠે સુરતમાં મનીષ મારવાડીને પ્રતિબંધિત હોવા છતાં ૮થી ૧૦ બાયોડિઝલના ટેન્કરો મોકલ્યા હતા. જેમાં અરિહંત એન્ટરપ્રાઈઝના ભાવેશ શેઠની સંડોવણી બહાર આવી છે. ગાંધીધામની અરિહંત એન્ટરપ્રાઈઝના ૫ ભાગીદારોમાં ભાવેશ પ્રભુલાલ શેઠ, નિરવ પ્રદિપભાઈ મહેતા, રમેશ બાબુભાઈ હુમ્બલ, રણછોડ વાસણભાઈ આહિર અને શંભુ શામજીભાઈ ઝરુને સુરત ઈકો સેલની કચેરીમાં હાજર થવા સમન્સ બજાવ્યું હતું.
જેમાં ભાગીદારો વતી વકીલ હાજર રહયા બાયોડીઝલ પ્રકરણમાં અગાઉ મુકેશ બાબુ કસવાળા અને અંકિત રામનરેશ સૈન, મુકેશ મારવાડીનો ભાઈ ઓમપ્રકાશ રાવ અને પછી સૂત્રધાર મનિષ મારવાડી સહિત ૭ આરોપી પકડાયા હતા. મનિષ મારવાડી નવી મુંબઈ પોર્ટ અને કંડલા પોર્ટ પરથી ઓઈલના ટેન્કરો મંગાવતો હતો. પછી તે ઓઈલમાં હાઇડ્રોકાર્બન અને બેઝ ઓઈલ, ઓરિજનલ ડિઝલ અને કેમિકલનું મિશ્રણ કરી બાયોડીઝલ તૈયાર કરતો હતો જોકે આ પેઠી ભાગીદાર ભાવેશ પોલીસ સમક્ષ હાજર નથી થતા આખરે આ આરોપીને ગતરોજસુરત ની ઇકો સેલ દ્વારા કચ્છથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેશેની કાર્યવાહી હાથ ધરી છે