રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આવતા મહિનાની ૫મી તારીખે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિનની આ મુલાકાત પહેલા સુરક્ષા મંત્રાલય એકે-૨૦૩ એસોલ્ટ રાઈફલની ૫૦૦૦ કરોડની ડીલ પર એક મોટી બેઠક કરશે. મંત્રાલય આ બેઠક ઉત્તર પ્રદેશના અમેઠીમાં ૭.૫ લાખ એકે-૨૦૩ એસોલ્ટ રાઇફલના નિર્માણ અંગે યોજશે. માનવામાં આવે છે કે, આ ડીલ પર પુતિનની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થઈ શકે છે. બંને દેશો થોડા વર્ષોથી આ ડીલ પર સહમત હતા. હવે સૌથી મોટો મુદ્દો ટેકનોલોજી ટ્રાન્સફરનો છે.
અમેઠીમાં પ્રસ્તાવિત ૭.૫ લાખ એકે ૨૦૩ એસોલ્ટ રાઈફલ્સના નિર્માણમાં પ્રારંભિક ૭૦ હજોર રાઈફલ્સમાં રશિયા નિર્મિત સાધનો લગાવવામાં આવશે. તેનું કારણ એ છે કે ટેક્નોલોજી ટ્રાન્સફરનું કામ ધીમે ધીમે થશે. આ એસોલ્ટ રાઈફલ્સનું ઉત્પાદન શરૂ થયાના ૩૨ મહિના પછી સેનાને મળવાનું શરૂ થઈ જશે. વર્ષ ૨૦૧૯માં પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડો-રશિયા ઓર્ડનન્સ ફેક્ટરીનું ઉદ્‌ઘાટન કર્યું હતું જ્યાં ટૂંક સમયમાં છદ્ભ-૨૦૩નું નિર્માણ શરૂ કરવાની વાત થઈ હતી. છદ્ભ-૨૦૩ વાસ્તવમાં વિશ્વની સૌથી પ્રખ્યાત એસોલ્ટ રાઈફલ છદ્ભ-૪૭નું અપડેટેડ વર્ઝન છે.
એકે-૨૦૩ એ અત્યાર સુધીની સૌથી અપડેટ થયેલી રાઈફલ્સમાંથી એક છે. પોતાની એક્યુરસી માટે જોણીતી એકે-૨૦૩ કન્વર્ટેબલ રાઈફલ છે. તેનો ઉપયોગ સેમી ઓટોમેટિક અને ઓટોમેટિક મોડમાં કરી શકાય છે. એકે-૪૭ એ સૌથી મૂળભૂત મોડલ છે, ત્યારબાદ છદ્ભ માં ૭૪, ૫૬, ૧૦૦ સિરીઝ, ૨૦૦ સિરીઝ આવી ચૂકી છે.
આ પહેલાં ઓગસ્ટ મહિનામાં એવા અહેવાલ હતા કે ભારતે કટોકટીની ખરીદીની જોગવાઈઓ હેઠળ રશિયા પાસેથી મોટી સંખ્યામાં એકે-૧૦૩ એસોલ્ટ રાઈફલ્સ ખરીદવા માટે કરાર કર્યા છે. આ કરાર સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશના સશસ્ત્ર દળો માટે કરવામાં આવ્યો છે. રશિયા પાસેથી મળેલી મોટાભાગની એકે-૧૦૩ એસોલ્ટ રાઈફલો ભારતીય વાયુસેનાને આપવામાં આવશે.