જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ કહ્યું છે કે જયાં સુધી જમ્મુ કાશ્મીરના લોકો આતંકવાદીઓના કૃત્યોની ટીકા કરશે નહીં ત્યાં સુધી કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તુઓ સામાન્ય રહી શકશે નહીં.શ્રીનગરમાં શેર એ કાશ્મીર આંતરરાષ્ટ્રીય કર્ન્વેશન સેંટરમાં એક સમારોહમાં ઉપરાજયપાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ ત્યારે જ કાયમ થશે જયારે લોકો આગળ આવશે અને આતંકવાદીઓ દ્વારા આ રીતના કૃત્યોની ટીકા કરશે નહીં
ઉપરાજયપાલે કહ્યું કે હું જમ્મુ કાશ્મીરના લોકોને આ આતંકીઓ દ્વારા આ રીતના કૃત્યોની ટીકા કરવાની અપીલ કરવા માંગુ છું જેથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ બની રહે સિન્હાએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે પડોસી દેશ અહીં સ્થિતિ ખરાબ કરવાના કાવતરા રચી રહ્યાં છે.
તેમણે કહ્યું કે જે રીતે નિર્દોષ લોકોની વિરૂધ્ધ આતંકવાદને હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનાથી એ સ્પષ્ટ છે કે તે સુરક્ષા દળોને હતાશામાં કંઇક કરવા માટે ઉશ્કેરવા ઇચ્છે છે તેમણે કહ્યું કે હું જમ્મુ કાશ્મીરના લોકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે સુરક્ષા દળો નિર્દોષ લોકોની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરશે નહીં તેમણે કહ્યુયં કે જમ્મુ કાશ્મીર પ્રશાસન અને સુરક્ષા દળોની નીતિ એ છે કે તે કયારેય પણ નિર્દોષ નાગરિકોની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરે નહીં