છત્તીસગઢના ગારિયાબંદમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ સમયાંતરે ગોળીબાર ચાલુ છે. ગારિયાબંદ ઈ-૩૦,એસટીએફ અને કોબ્રાના વિશેષ દળો સક્રિય છે. અત્યાર સુધીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ૧૦ હથિયારો મળી આવ્યા છે અને સીસી સભ્ય મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ સહિત ૧૦ નક્સલીઓ માર્યા ગયા છે.
માહિતી અનુસાર, મૈનપુરના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં, એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ પણ માર્યો ગયો હતો. ૨૫ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પ્રમોદ પણ માર્યો ગયો હતો. રાયપુર ડિવિઝનના આઈજી અમરેશ મિશ્રા અને ગારિયાબંદ જિલ્લાના એસપી નિખિલ રાખેચાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી હતી.
પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, મૈનપુરના જંગલોમાં નક્સલીઓની હાજરીની માહિતી પર, ગારિયાબંદ ઈ-૩૦,એસટીએફ અને સીઆરપીએફની કોબ્રા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં ફોર્સ અને નક્સલીઓ વચ્ચે વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. તેમાં સાત ઓટોમેટિક હથિયારો શામેલ છે. ઘણી નક્સલી સામગ્રી પણ મળી આવી છે.એવું કહેવાય છે કે મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ ઉર્ફે ભાસ્કર, જે ૧ કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલવાદી હતો, તે નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો. તે ઓડિશા રાજ્ય સમિતિનો સેક્રેટરી હતો. તે ઓએસસી અને સીઆરબીનો સભ્ય પણ હતો.