સુમિત ફાઉન્ડેશન – ચલાલા દ્વારા ચલાલા પટેલ વાડી મુકામે ૧૧મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચલાલા દાન મહારાજની જગ્યાના લઘુમહંત પુ. મહાવીર બાપુ, ગાયત્રી મંદિરના વડા પુ. રતીદાદા , ધારાસભ્ય જે.વી.કાકડીયા, ચલાલા પોલીસ સ્ટેશનના ઁજીં, સાંઇ મંદિરના સંચાલક રાજુભાઈ જાની, નાથાદાદા ઠેસિયા, મનુભાઈ ધાધલ, ઘનશ્યામભાઈ કાકડીયા, પ્રકાશભાઈ કારીયા, જયરાજભાઈ વાળા, અશોકભાઈ કાથરોટિયા, નાનજીભાઈ હિરપરા તેમજ કેમ્પના સંપૂર્ણ દાતા એવા જગદીશભાઈ (ેંજીછ), ઘનશ્યામભાઈ (ેંજીછ) તથા મોહનદાદા કાકડીયા, ચલાલા નગર પાલિકા પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ તથા ચંપુભાઈ ધાધલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રેરણા આપી હતી. ચલાલા તથા આજુબાજુના ગામના યુવાનો અને મહિલાઓએ ખૂબ જ સારા પ્રમાણમાં રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં ૯૦ બોટલ રક્તદાન થયું હતુ. પધારેલા તમામ મહાનુભાવો અને સંતો મહંતોનો સુમિત ફાઉન્ડશન દ્વારા આભાર વ્યકત કરાયો હતો.