આરએસએસ અને વડાપ્રધાન પર વિવાદાસ્પદ કાર્ટૂન બનાવવામાં આવ્યા હતા
સુપ્રિમ કોર્ટે આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ કાર્ટૂન શેર કરનારા કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયાની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. તેમની અરજી પર ૧૪ જુલાઈએ સુનાવણી થશે. મંગળવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે હેમંતની અરજી ફગાવી દીધી હતી.
જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જાયમલ્યા બાગચીની બેન્ચે ૧૪ જુલાઈએ હેમંત માલવિયા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. માલવિયાના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે આ કેસ માલવિયાએ ૨૦૨૧માં કોવિડ દરમિયાન બનાવેલા કાર્ટૂન સાથે સંબંધિત છે અને હાઈકોર્ટે કહ્યું કે અર્નેશ કુમાર અને ઈમરાન પ્રતાપગઢી જેવા સીમાચિહ્નરૂપ કેસ, જે જીવન અને સ્વતંત્રતા સાથે સંબંધિત હતા, તેનું પાલન કરવામાં આવશે નહીં. હાઈકોર્ટે કાર્ટૂનિસ્ટને દોષિત ઠેરવ્યા છે. ગ્રોવરે કહ્યું કે આ ગુનો મ્દ્ગજી હેઠળ આવે છે, જેમાં મહત્તમ ત્રણ વર્ષની સજા થઈ શકે છે.
ઈન્દોર સ્થિત કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયાએ તાજેતરમાં આરએસએસ અને વડાપ્રધાન મોદી વિશે વિવાદાસ્પદ કાર્ટૂન બનાવ્યા હતા. એડવોકેટ અને આરએસએસ સ્વયંસેવક વિનય જાશીએ હેમંત માલવિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે ફેસબુક પર હેમંત માલવિયાની પ્રોફાઇલ જાઈ હતી, જ્યાં આ કાર્ટૂન પોસ્ટ કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ સામગ્રી જાણી જાઈને આરએસએસ અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી શેર કરવામાં આવી છે. ઉપરાંત, વડા પ્રધાન અને ભગવાન શિવ પર કરવામાં આવેલી ટિપ્પણીઓને સમાજમાં તણાવ ફેલાવવા તરીકે વર્ણવવામાં આવી હતી.
વિવાદાસ્પદ કાર્ટૂનમાં,આરએસએસને તેના પરંપરાગત ગણવેશ (ખાકી હાફ પેન્ટ અને સફેદ શર્ટ) માં માનવ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું હતું, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે ધનુષ્ય સાથે ઊભો હતો.વડાપ્રધાન મોદીને સ્ટેથોસ્કોપ અને ઇન્જેક્શન સાથે બતાવવામાં આવ્યું હતું, જે તેઓ આરએસએસ પાછળ આપી રહ્યા છે. આ સાથે, ભગવાન શિવ પર વાંધાજનક ટિપ્પણીઓ ઉમેરીને પોસ્ટને વધુ અપમાનજનક બનાવવામાં આવી હતી. ફરિયાદ પછી, હેમંત માલવિયાએ મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં આગોતરી અરજી દાખલ કરી. માલવિયા વતી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેમણે આ કાર્ટૂન ફક્ત રમૂજ અને વ્યંગના હેતુથી જ તેમના ફેસબુક પેજ પર શેર કર્યું હતું. મંગળવારે, ન્યાયાધીશ સુબોધ અભ્યંકરની સિંગલ બેન્ચે માલવિયાની જામીન અરજી ફગાવી દીધી. બેન્ચે કહ્યું કે આ કેસ “અભિવ્યક્તિની સ્વતંત્રતા” ની મર્યાદાઓ પાર કરે છે અને પોલીસ કસ્ટડીમાં આરોપીઓની પૂછપરછ જરૂરી છે.
અગાઉ બાબા રામદેવે હરિદ્વારના કંખલ પોલીસ સ્ટેશનમાં હેમંત માલવિયા વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધાવી હતી. આ ઉપરાંત, વડા પ્રધાન મોદીની માતાના મૃત્યુ પર માલવિયા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તે સમયે, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ માલવિયા વિરુદ્ધ કલમ ૧૮૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.