(એ.આર.એલ),નોઇડા,તા.૮
નોઈડાની પ્રખ્યાત નિઠારી ઘટના ફરી એકવાર ચર્ચામાં
આવી છે. સુપ્રીમ કોર્ટે ૨૦૦૫-૨૦૦૬ નોઈડાનિઠારી કેસમાં મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરવા વિરુદ્ધ યુપી સરકાર અને સીબીઆઇની અરજીઓ પર નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે ચાર સપ્તાહમાં તમામ પક્ષકારો પાસેથી જવાબ માંગ્યો છે.૧૨ મામલામાં સગીર છોકરીઓના યૌન શોષણ અને હત્યાના આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી સીબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોલીને નોટિસ ફટકારી છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે નીચલી અદાલતે મૃત્યુદંડની સજા સંભળાવી હતી ત્યારે હાઈકોર્ટે તેમને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપીને ભૂલ કરી હતી.ગયા વર્ષે નોઈડાના પ્રખ્યાત નિઠારી કેસના બંને આરોપીઓ સુરિન્દર કોલી અને કોલીના સહયોગી મોનિન્દર સિંહ પંઢેરને અલ્હાબાદ હાઈકોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. આ બંને પર બાળકોની હત્યા અને તેમને ખાવાનો ગંભીર આરોપ હતો, જે બાદ બંનેને ૧૭ વર્ષની જેલની સજા બાદ છોડી દેવામાં આવ્યા હતા.હકીકતમાં, વર્ષ ૨૦૦૬માં, નોઈડાના નિથારી ગામમાં સ્થત પંઢેરના ડી-૫ બંગલામાં અને તેની આસપાસ અનેક માનવ અવશેષો મળ્યા બાદ, નોઈડા પોલીસે બે આરોપીઓ સુરિન્દર કોલી અને કોલીના સહયોગી મોનિંદર સિંહ પંઢેરની ધરપકડ કરી હતી. બંને પર હત્યાના અનેક ગુના નોંધાયા હતા. આ ભયંકર સમાચારના બીજા જ દિવસે, એક જંગલી અફવા ફેલાઈ કે બંનેએ પ્રેશર કૂકરમાં મૃતદેહોના અવશેષો રાંધ્યા અને ખાધા.અલાહાબાદ હાઈકોર્ટે સુરિન્દર કોલીને હત્યા, અપહરણ, બળાત્કાર અને પુરાવાનો નાશ કરવાના તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરતા કહ્યું કે તેને દોષિત ઠેરવવા પૂરતા પુરાવા નથી. કોલીના સહયોગી મોનિન્દર સિંહ પંઢેરને પણ ૧૭ વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.