મતદાનનો સમય પૂરો થયા પછી કથિત રીતે “૭૬ લાખ નકલી મતો” નાખવામાં આવ્યા હોવાના કારણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને રદબાતલ જાહેર કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પણ સમર્થન આપ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ગયા વર્ષે નવેમ્બરમાં યોજાઈ હતી. આ અરજી વિક્રોલી મતવિસ્તારના મતદાર ચેતન ચંદ્રકાંત આહિરે દ્વારા દાખલ કરવામાં આવી હતી. ૨૬ જૂને બોમ્બે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધા બાદ આહિરે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને ન્યાયાધીશ એન કોટિશ્વર સિંહની બેન્ચે સોમવારે આ અરજી ફગાવી દીધી હતી. અરજદારે દલીલ કરી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સાંજે ૬ વાગ્યા પછી ૭૬ લાખ નકલી મતો નાખવામાં આવ્યા હતા. તેથી, વિધાનસભા ચૂંટણીઓ રદ કરવી જાઈએ.બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતાં, ૨૦૨૪ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની માન્યતાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી અને આ કેસને “કાનૂની પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ” ગણાવ્યો હતો. જસ્ટીસ જીએસ કુલકર્ણી અને આરિફ ડોક્ટરની બેન્ચે કહ્યું હતું કે મુંબઈના રહેવાસી ચેતન ચંદ્રકાંત આહિરે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કાનૂની યોગ્યતા, સાર અને અધિકારનો અભાવ છે.બેન્ચે એમ પણ કહ્યું હતું કે અમને કોઈ શંકા નથી કે આ રિટ અરજીને ટૂંકમાં ફગાવી દેવી જાઈએ. ?તેથી, તે ફગાવી દેવામાં આવે છે. ?આ અરજીની સુનાવણીમાં અમારી તાત્કાલિક કારણ યાદીને બાદ કરતાં લગભગ આખો દિવસ લાગ્યો છે અને આ કારણોસર અરજી દંડ સાથે ફગાવી શકાય તેવી છે. ?જા કે, અમે આમ કરવાથી દૂર રહીએ છીએ.મુંબઈ-વિક્રોલી મતવિસ્તારના મતદાર આહિરેએ તમામ ૨૮૮ વિધાનસભા મતવિસ્તારના પરિણામો રદ કરવા, વિજેતા ઉમેદવારોને આપવામાં આવેલા ચૂંટણી પ્રમાણપત્રો પાછા ખેંચવા અને મતપત્રો ફરીથી દાખલ કરવા સહિત વિવિધ રાહતોની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે મતદાનના દિવસે, ૨૦ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે ૬ વાગ્યા પછી લગભગ ૭૬ લાખ મત ગેરકાયદેસર રીતે નાખવામાં આવ્યા હતા, અને એક આરટીઆઇ જવાબનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે સમયમર્યાદા પછી પડેલા આ મતો અંગે કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી.







































