સર્વોચ્ચ અદાલતે ૨૪ જુલાઈ (સોમવારે) વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) સર્વેને લઈને મહ¥વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે મસ્જિદમાં એએસઆઇના સર્વે પર ૨૬મી જુલાઈ સુધી એટલે કે ૨ દિવસ માટે રોક લગાવી છે. કહ્યું કે ૨૬મી જુલાઇના સાંજે ૫ વાગ્યા સુધી કોઇ સર્વે ન કરવો.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન જા મસ્જિદ સમિતિ ઈચ્છે તો વારાણસી કોર્ટના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટ જઈ શકે છે. વારાણસી કોર્ટે મસ્જિદનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ૨૪મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ત્યારે છજીંની ટીમ જ્ઞાનવાપીમાં સર્વે કરી રહી હતી. સુપ્રીમે તરત જ ત્યાં કોઈપણ પ્રકારના ખોદકામ પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે અમે બપોરે ૨ વાગ્યે ફરીથી આ મામલે સુનાવણી કરીશું. પરંતુ સવારે ૧૧ઃ૫૦ વાગ્યાની આસપાસ કોર્ટે સર્વે પર સ્ટે મૂકવાનો આદેશ કર્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટી વતી એડવોકેટ હુઝેફા અહમદીની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન અહમદીઃ હું તમને (સુપ્રીમ કોર્ટ)ને વિનંતી કરું છું કે તેને માત્ર એક અઠવાડિયા માટે અટકાવો. હાઈકોર્ટે ૨૦૨૧માં આ જ પ્લોટ અંગેના સર્વે પર સ્ટે આપ્યો હતો.
જા કે વારાણસીમાં એએસઆઇએ ૨૪ જુલાઈએ જ્ઞાનવાપીનો સર્વે શરૂ કર્યો. સીલ કરેલ વિસ્તાર સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે કરવાની વાત હતી. પ્રારંભિક ૩ કલાકના સર્વેમાં, સમગ્ર કેમ્પસને ટેપ માપથી માપવામાં આવ્યું હતું. કેમ્પસના ચારે ખૂણામાં ૪ સ્ટેન્ડ કેમેરા મૂકવામાં આવ્યાં છે. તેમાં દરેક પ્રવૃત્તિ નોંધવામાં આવી રહી છે. ભોંયરામાં વધુ પડતા અંધારાને કારણે સર્વેમાં સમસ્યા સર્જાઈ હતી. ટોર્ચ અને અન્ય લાઇટનો પ્રકાશ ઓછો થયો. બીજી તરફ મુસ્લિમ પક્ષે સર્વેનો બહિષ્કાર કર્યો હતો. સર્વેના નિર્ણય સામે તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં અરજી પર સુનાવણી ચાલી રહી હતી. સીજેઆઈએ યુપી સરકારને પૂછ્યું હતું કે એએસઆઈ ત્યાં શું કરી રહ્યા છે. જ્ઞાનવાપીમાં સર્વેની સ્થિતિ શું છે?
એએસઆઈની ૪ ટીમો કેમ્પસને ૪ ભાગમાં વહેંચીને અલગ-અલગ સર્વે કરી રહી છે. પરિસરમાં ફિટ કરાયેલા પથ્થર અને ઈંટની ઊંચાઈ માપવામાં આવી હતી. પાયાની નજીકથી માટીના નમૂના લેવામાં આવ્યા હતા. ચારેય દીવાલોની ફોટો-વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. સીડી પરના પથ્થરના નમૂના લેવામાં આવ્યા હતા.એએસઆઈની ૩૦ સભ્યોની ટીમ સોમવારે સવારે ૬.૩૦ વાગ્યે જ્ઞાનવાપી પહોંચી હતી. મુસ્લિમ પક્ષે સર્વેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સર્વે અને શ્રાવણ સોમવારને ધ્યાનમાં રાખીને વારાણસીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. કેમ્પસમાં અને તેની આસપાસ ૨૦૦૦થી વધુ જવાન તૈનાત કરાયા હતાં
એએસઆઈ ની ટીમ રવિવારે રાત્રે દિલ્હી, પટના અને આગ્રાથી વારાણસી પહોંચી હતી. અહીં ડીએમ, કમિશનર અને પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી. તે પછી સોમવારે સવારથી સર્વે પર સહમતી બની. વહીવટીતંત્રે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષકારો અને તેમના વકીલોને બોલાવ્યા. હિંદુ પક્ષે સર્વેમાં સહકારની વાત કરી હતી. સર્વે ટીમ સાથે હિન્દુ પક્ષના લોકો સવારે જ્ઞાનવાપીની અંદર ગયા હતા. તે જ સમયે, મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઇન્તેઝામિયા મસ્લિદ સમિતિએ વારાણસી જિલ્લા કોર્ટના આદેશ વિરુદ્ધ સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો હવાલો આપ્યો. મુસ્લિમ પક્ષના વકીલો મુમતાઝ અહેમદ અને રઈસ અહેમદે કહ્યું, “અમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અમે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આગળ વધીશું. ગઈકાલે જ અમે ડીએમને કહ્યું હતું કે અમે સર્વેમાં ભાગ લઈશું નહીં.”
એડવોકેટ વિષ્ણુશંકર જૈને સુનાવણી દરમિયાન વારાણસી કોર્ટમાં દલીલ કરી હતી કે ૧૪ અને ૧૬ મે વચ્ચે જ્ઞાનવાપીના સર્વેક્ષણમાં ૨.૫ ફૂટ ઊંચા ગોળાકાર શિવલિંગ જેવી આકૃતિની ટોચ પર એક અલગ સફેદ પથ્થર મળી આવ્યા હતા. તેના પર કાપના નિશાન હતા. જ્યારે તેમાં સિંકર નાખવામાં આવ્યું ત્યારે ૬૩ સેમીની ઊંડાઈ મળી આવી હતી. ગોળાકાર પથ્થરના આકારના પાયાનો વ્યાસ ૪ ફૂટ હોવાનું જણાયું હતું. જ્ઞાનવાપીમાં કથિત ફુવારામાં પાઇપ માટે કોઈ સ્થાન નહોતું, જ્યારે જ્ઞાનવાપીમાં સ્વસ્તિક, ત્રિશૂલ, ડમરુ અને કમલ જેવાં પ્રતીકો જાવા મળે છે. પૂલની મધ્યમાં મળેલી કાળા રંગની પથ્થરની આકૃતિમાં કોઈ છિદ્ર જાવા મળ્યું નથી જેને મુસળીમ પક્ષ ફુવારા તરીકે કહેતો હતો. તેમજ તેમાં પાઇપ નાખવાની જગ્યા પણ નથી.