હાલમાં, ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન વગેરેની ઘટનાઓએ ભારતના ઘણા રાજ્યોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. રાજધાની દિલ્હી સહિત ભારતના ઘણા મેદાની અને પહાડી રાજ્યોમાં પરિસ્થિતિ ખરાબ છે અને મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. હવે વરસાદ, પૂરના આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી ગુરુવારે થઈ હતી. આ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ૪ રાજ્યોને નોટિસ ફટકારી છે.પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને પૂર અંગે દાખલ કરવામાં આવેલી અરજીની નોંધ લેતા, સુપ્રીમ કોર્ટે આ રાજ્યોની સરકારોને નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું કે અમે અભૂતપૂર્વ વરસાદ અને પૂર જાયા છે. કોર્ટે ત્રણ અઠવાડિયામાં આ મામલે જવાબ દાખલ કરવા કહ્યું છે.કેસની સુનાવણી કરતી વખતે, ઝ્રત્નૈં ગવઈએ કહ્યું- “અમે અભૂતપૂર્વ વરસાદ અને પૂર જાયા છે. આના પર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરની સરકારોને નોટિસ ફટકારવામાં આવે છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે મોટા પાયે ગેરકાયદેસર કાપણી થઈ છે. આના પર ત્રણ અઠવાડિયામાં જવાબ દાખલ કરવો જાઈએ. મીડિયા અહેવાલો હિમાચલમાંથી મોટી સંખ્યામાં લાકડા વહેતા બતાવે છે. આ એક ગંભીર બાબત છે. અમે પંજાબના ચિત્રો જાઈ રહ્યા છીએ, જ્યાં આખા ખેતરો અને ગામડાઓ નાશ પામ્યા છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જરૂરી છે.ઝ્રત્નૈં એ સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર મામલો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું- “આપણે કુદરત સાથે એટલી બધી છેડછાડ કરી છે કે હવે તે આપણને તેનો જવાબ આપી રહી છે.”