મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહની કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે કડક પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાની પ્રતિક્રિયા દ્વારા આ મુદ્દા પર રાજકારણ કરનારાઓને કડક જવાબ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ મામલાનું રાજકારણ ન થવું જાઈએ. આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ કહ્યું કે એસઆઈટી તપાસ ચાલી રહી છે. આ અંગે કોર્ટે કહ્યું કે એસઆઈટીએ સ્થળ મુલાકાત લીધી છે. મોબાઈલ અને વીડિયો જપ્ત કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે તપાસ માટે એસઆઈટીને વધુ સમય આપવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, કોર્ટે કહ્યું કે વિજય શાહને ધરપકડથી વચગાળાનું રક્ષણ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પણ બંધ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે સમાંતર સુનાવણીની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એક અરજદારને કહ્યું કે આ મામલાનું રાજકારણ ન કરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ પ્રારંભિક તબક્કામાં છે.એસઆઇટી તપાસ ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી એસઆઇટીએ સીલબંધ પરબિડીયુંમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઇટીના વડા સાગર ઝોનના ડ્ઢૈંય્ પ્રમોદ વર્મા છે જ્યારે એસએસબી ડીઆઇજી કલ્યાણ ચક્રવર્તી અને ડિંડોરીના પોલીસ અધિક્ષક વાહિની સિંહ તેના સભ્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે એફઆઇઆર પર સ્ટે મૂકવાની માંગણીને નકારી કાઢી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે મંત્રી છો, આવા સંવેદનશીલ સમયમાં, બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિએ વિચારપૂર્વક બોલવું જાઈએ. વિજય શાહે સુપ્રીમ કોર્ટને કહ્યું કે મારા નિવેદનને ગેરસમજ કરવામાં આવી છે જ્યારે અમે તેના માટે માફી માંગી છે.