(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૮
સુપ્રીમ કોર્ટમાં આજે એક કેસની સુનાવણીમાં જજ ગુસ્સે થઈ ગયા. એક કેસની સુનાવણીના આરંભે જ એક શખ્સની વિચિત્ર હરકતથી જજને ગુસ્સો આવ્યો અને એ વ્યક્તને ઠપકો આપ્યો. કોર્ટમાં આજની સુનાવણીમાં જ્યારે એક વ્યક્ત ફક્ત ‘બનિયાન’ પહેરીને કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યો. કોર્ટ-સંબંધિત મામલાઓ પર રિપોર્ટ કરતી વેબસાઈટ બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર સોમવારે એક વ્યક્ત વીડિયો કોન્ફરન્સંગની મદદથી કોર્ટ ૧૧માં જાડાયો હતો. ત્યારે આ વ્યક્તએ બનિયાન પહેરી હતી. જજ જસ્ટસ બી.વી. નાગરથના તે વ્યક્તને જાતા જ તરત જ તે ગુસ્સે થઈ ગયા હતા. તેમણે તરત જ પૂછ્યું કે બનિયાનમાં દેખાતી આ વ્યક્ત કોણ છે. આ પછી જસ્ટસ દત્તાએ એમ પણ પૂછ્યું કે શું અંહી પાર્ટી ચાલે છે કે પછી તમે આવા જ છે?જસ્ટસ નાગરથ્નાનો ગુસ્સો અહીં જ ન અટક્યો, તેણે તરત જ કહ્યું કે તેને બહાર ફેંકી દો, તેને હટાવો. આ કેવી રીતે કરી શકાય? તેમણે કોર્ટ માસ્ટરને કહ્યું કે કૃપા કરીને તેને દૂર કરો.
જાકે, સુપ્રીમ કોર્ટમાં આ પહેલો મામલો નથી જ્યારે ન્યાયાધીશોએ કોઈના કપડા પર નારાજગી દર્શાવી હોય. આ પહેલા વર્ષ ૨૦૨૦માં પણ એક વકીલે વીડિયો કોન્ફરન્સંગ દ્વારા શર્ટ વગર કોર્ટમાં સુનાવણીમાં ભાગ લીધો હતો. આ જાઈને જજ ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ જસ્ટસ એલ નાગેશ્વર અને જસ્ટસ હેમંત ગુપ્તાની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ કેવું વર્તન છે? વીડિયો કોન્ફરન્સંગ દ્વારા સુનાવણી હાથ ધરાયાને સાતથી આઠ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ પણ આવી ઘટનાઓ બની રહી છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે કોર્ટની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. લાંબા સમયથી વિડિયો કોન્ફરન્સંગ દ્વારા જ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.