સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) શ્રેણીઓ માટે કર્મચારીઓની સીધી ભરતી અને બઢતીમાં અનામતની ઔપચારિક નીતિ લાગુ કરી છે. ૨૪ જૂને સુપ્રીમ કોર્ટના તમામ કર્મચારીઓને જારી કરાયેલા પરિપત્રમાં આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી.
આ સિસ્ટમ લાગુ થયા પછી, સુપ્રીમ કોર્ટમાં સ્ટાફની સીધી ભરતી અને પ્રમોશનમાં ૧૫ ટકા જગ્યાઓ એસસી શ્રેણી માટે અને ૭.૫ ટકા જગ્યાઓ જી્ શ્રેણી માટે અનામત રાખવામાં આવશે. આ સિસ્ટમ ૨૩ જૂન ૨૦૨૫ થી અમલમાં આવી છે. અહીં એક વાત પણ સ્પષ્ટ કરીએ કે આ અનામત ન્યાયાધીશો માટે નથી પરંતુ આ નીતિ રજિસ્ટ્રાર, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ અને ચેમ્બર એટેન્ડન્ટ જેવી ઘણી જગ્યાઓ પર લાગુ થશે.
સીજેઆઇ ગવઈએ કહ્યું હતું કે બધી સરકારી સંસ્થાઓ અને ઘણી હાઈકોર્ટમાં પહેલાથી જ એસસી અને એસટી માટે અનામતની જાગવાઈ છે, તો સુપ્રીમ કોર્ટને તેનાથી શા માટે બાકાત રાખવી જાઈએ? અમે ઘણા ઐતિહાસિક નિર્ણયોમાં સકારાત્મક પગલાંને ટેકો આપ્યો છે અને એક સંસ્થા તરીકે આપણે તેનો અમલ અહીં પણ કરવો જાઈએ. આપણું કાર્ય આપણા સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે.
નવી અનામત નીતિ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૪ જૂને એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. આમાં, તમામ કર્મચારીઓ અને રજિસ્ટ્રારને કહેવામાં આવ્યું હતું કે મોડેલ રિઝર્વેશન રોસ્ટર અને રજિસ્ટર સુપ્રીમ કોર્ટના આંતરિક નેટવર્ક ‘સુપનેટ’ પર અપલોડ કરવામાં આવ્યા છે અને તે ૨૩ જૂનથી અમલમાં આવી ગયું છે. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જા કોઈને રોસ્ટર અથવા રજિસ્ટરમાં કોઈ ભૂલ કે ખામી દેખાય છે, તો તેની માહિતી રજિસ્ટ્રારને મોકલો.
મોડેલ રોસ્ટરમાં સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ કમ જુનિયર પ્રોગ્રામર, જુનિયર કોર્ટ એટેન્ડન્ટ, ચેમ્બર એટેન્ડન્ટ (ઇ), સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ સહિત વિવિધ હોદ્દાઓ માટે અનામત શ્રેણીઓ માટે સીધી ભરતી નીતિની વિગતો આપવામાં આવી છે. નીતિ અનુસાર,એસસી શ્રેણી માટે રોજગાર પોસ્ટ્સમાં ૧૫% હિસ્સો અને એસટી શ્રેણી માટે ૭.૫% હિસ્સો રહેશે.









































