સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિંગગેશન દ્વારા હવે તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતા-રાજકારણી વિજયની રેલી દરમિયાન થયેલી ભયાનક ભાગદોડની તપાસ પોતાના હાથમાં લીધી છે, જેમાં ૪૧ લોકો માર્યા ગયા હતા અને ૬૦ થી વધુ ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીબીઆઈની એક ખાસ ટીમે કરુરના વેલુસામીપુરમમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, સીબીઆઈએ રાજ્ય પોલીસ એફઆઈઆર ફરીથી નોંધી છે અને સ્થાનિક કોર્ટને જાણ કરી છે.તમિલગા વેટ્ટી કઝગમ (ટીવીકે) દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે આ કેસ સીબીઆઈને સોંપ્યો હતો. કોર્ટે સીબીઆઈ ડિરેક્ટરને તપાસ માટે એક વરિષ્ઠ અધિકારીને સોંપવા અને તેમની સહાય માટે અન્ય અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સીબીઆઈ તપાસની દેખરેખ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગીની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની પરવાઇઝરી સમિતિની પણ રચના કરી હતી.જસ્ટીસ જે.કે. મહેશ્વરી અને એન.વી. અંજારિયાની બેન્ચે જણાવ્યું હતું કે ૨૭ સપ્ટેમ્બરના રોજ થયેલી ભાગદોડથી દેશભરના નાગરિકોના મન પર ઊંડી અસર પડી છે. કોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના નાગરિકોના જીવન અને મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે, અને તેથી, નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે. બેન્ચે એમ પણ નોંધ્યું હતું કે કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ મીડિયામાં બેજવાબદાર નિવેદનો આપ્યા છે, જે નિષ્પક્ષ તપાસ અંગે જાહેર શંકાઓ ઉભી કરી શકે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાય વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત થવો જાઈએ, અને આ કરવાનો એકમાત્ર રસ્તો નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવાનો છે.પોલીસ અધિકારીઓએ આયોજકોને વિજયની ખાસ રેલી બસને નિર્ધારિત સ્થળથી ઓછામાં ઓછા ૫૦ મીટર પહેલા રોકવાની સૂચના આપી હતી. જાકે, આયોજકોએ બસને નિર્ધારિત સ્થળે પાર્ક કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, “નેતા ૧૦ મિનિટ સુધી બસમાંથી બહાર નીકળ્યા ન હતા, જેનાથી ભીડ અસંતુષ્ટ થઈ ગઈ. લોકો તેમને જોવા માટે ઉત્સુક હતા.”નોંધનીય છે કે ટીવીકેએ આ રેલી માટે ૧૦,૦૦૦ લોકોની પરવાનગી માંગી હતી, પરંતુ રેલીમાં આશરે ૨૫,૦૦૦ લોકો એકઠા થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે પાર્ટીએ પાણી, સુરક્ષા અને અન્ય સુવિધાઓ માટે પૂરતી વ્યવસ્થા કરી ન હતી અને પરવાનગીની શરતોનું પાલન કર્યું ન હતું.








































