સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહને આપવામાં આવેલી રાહત લંબાવી છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને કાર્યવાહી રોકવા કહ્યું છે, કારણ કે સુપ્રીમ કોર્ટ પોતે આ મામલાની સુનાવણી કરી રહી છે. હકીકતમાં, વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ વિશે મીડિયાને માહિતી આપી હતી. આ કેસમાં તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. વિજય શાહ આ અંગે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી હતી.

આજે થયેલી સુનાવણી દરમિયાન, કોર્ટે ભાજપ નેતા કુંવર વિજય શાહની ધરપકડ પર રોક લગાવવાના પોતાના વચગાળાના આદેશને લંબાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટ સમક્ષ પેન્ડીંગ કાર્યવાહી પણ બંધ કરી દીધી હતી, કારણ કે સુપ્રીમ કોર્ટ આ મામલા પર વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે  ડીઆઇજી પોલીસ દ્વારા રજૂ કરાયેલ સ્ટેટસ રિપોર્ટની નોંધ લીધી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણ  આઇપીએસ અધિકારીઓની ‌ રચના કરવામાં આવી હતી. ૨૧ મેના રોજ તપાસ શરૂ થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વધુ દસ્તાવેજા એકત્રિત કરવામાં આવ્યા છે. સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ વિરુદ્ધ ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ ટિપ્પણી બદલ હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે તે હવે આ મામલાની તપાસ પોતે કરી રહી છે. તેથી, હાઇકોર્ટે તેની સુનાવણી ન કરવી જોઈએ. ન્યાયાધીશ સૂર્યકાંત અને એન કોટીશ્વર સિંહની બેન્ચે મધ્યપ્રદેશ સરકાર દ્વારા રચિત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશનું પાલન કરવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે એસઆઇટીએ કેટલાક સાધનો જપ્ત કર્યા છે અને તેની તપાસ શરૂ કરી છે.

કોર્ટે કહ્યું કે ૧૯ મેના રોજ વિજય શાહની ધરપકડ પર સ્ટે સહિત ૧૯ મેના રોજ પસાર કરાયેલા વચગાળાના નિર્દેશોનો સમયગાળો લંબાવવામાં આવે છે. કોર્ટે કેસની આગામી સુનાવણી જુલાઈના બીજા અઠવાડિયામાં નક્કી કરી છે. બેન્ચે આ મામલામાં કોઈપણ પ્રકારની દખલગીરી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરતા કહ્યું કે તે આ મુદ્દાનું રાજકારણ કરવા માંગતી નથી. અગાઉ ૧૯ મેના રોજ,આભાર સુપ્રીમ કોર્ટે વિજય શાહને ઠપકો આપ્યો હતો અને તેમની સામે નોંધાયેલી  તપાસ માટે ત્રણ સભ્યોની એસઆઇટીની રચના કરી હતી.

કર્નલ કુરેશી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરતા એક વીડિયોમાં વિજય શાહ ટીકાના ઘેરામાં આવ્યા હતા. ‘ઓપરેશન સિંદૂર’ પર મીડિયા બ્રીફિંગ દરમિયાન કર્નલ કુરેશીનો અન્ય એક મહિલા અધિકારી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથેનો ફોટો દેશભરમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ કુરેશી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા અને ગંદી ભાષાનો ઉપયોગ કરવા બદલ વિજય શાહને ઠપકો આપ્યો. કોર્ટે પોલીસને તેમની સામે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપવા બદલ  નોંધવાનો આદેશ આપ્યો. સખત નિંદા બાદ, વિજય શાહે દિલગીરી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ કર્નલ કુરેશીને તેમની બહેન કરતાં વધુ માન આપે છે.