જ્ઞાન વિના માત્ર ફાંફા મારવા પડે પરંતુ સામે ભવસાગર તરી શકાય. આ વાત વર્તમાન સમયમાં ખેતરમાં ખુબ સારી રીતે લાગુ પડે છે. આપણે વાત કરતા હોઈએ છીએ કે ઉત્તર ગુજરાતમાં પાણીના ફાંફા છે. ખેતીમાં પાણી વિના કંઈ નથી આવી ગામ- ગપાટે વાતુ કરનારાઓનાં મોઢા ઉપર ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ખરા અર્થમાં તાળા મારી દીધા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પોતાની જમીન ભાગવી આપે તો ભાગીયુ રાખનાર ખેતમજૂર પણ પૂછે ખેતરમાં ડ્રીપ અને સ્પ્રીંકલર અને ફોગર હોઈ તો ભાગીયુ રાખવુ છે. આ જાગૃતિનાં હિસાબે ખાતર, પાણી અને માનવશ્રમની જરૂરિયાત ઓછી થઈ છે. જયારે દેશમાં કેટલાક રાજકિય રોટલા શેકતા નેતાઓએ કૃષિ કાયદોઓનો વિરોધ કર્યો જે કાયદાઓ બને છે તેમાં સુસંગતતા ના હોય તો તેમાં ફેરફાર થતા રહે છે. દેશમાં ભલે કાયદાઓ રદ થયા પરંતુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા સહિતનાં જિલ્લાઓમાં ક્રોન્ટ્રાકટ ફા‹મગથી બટાટા સહિતના પોકોનું વાવેતર થાય છે. જેમાં ખેડૂતોને સારી સફળતા મળી છે. નવુ જાણવું, નવુ જાવું, નવી ટેકનોલોજી અપનાવવી સહિતની બાબતોમાં ખેડૂતોએ સ્વયં જાગૃત થવુ પડશે. આધુનિક પધ્ધતિઓ અને માહિતી માટે કૃષિ યુનિવર્સીટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડશે. તો સારી અને ટકાઉ-ઝડપી સફળતા મળશે.
અમરેલીના એક નવયુવાને નાના પાયે મશરૂમનું વાવેતર કર્યુ છે. માહિતીના વિવિધ †ોતનો ઉપયોગ કરી પૂરી જાણકારી મેળવીને અમરેલી શહેરના ચિતલ રોડ- પંચવટી ફાર્મ – કોરાટવાડીના દિપકભાઈ રમેશભાઈ કોરાટ નવયુવાન વ્યવસાયલક્ષી ખેડૂત છે. આમ તો અમરેલી બાજુમાં એટલે શાકભાજીનું વાવેતર કરે અને આર્થિક ઉપાર્જન મેળવે.
કંઈક નવુ કરવાની તાલાવેલી સાથે મશરૂમનું વાવેતર કરવુ પરતું બીજી મિનિટે વિચાર આવ્યો કે, અમરેલીમાં મશરૂમ ખાશે કોણ ? અવેરનેસના અભાવના કારણે વેચાણ થશે કે કેમ આ પરિÂસ્થતિઓ વચ્ચે નાનકડો પ્રયોગ મશરૂમ વાવેતર માટે ર૦ર૩માં કર્યો. ૧૦ટ૧૩ ની સાઈઝનાં રૂમમાં ૪૦,૦૦૦ રૂપિયાનાં ખર્ચે લોખંડનું સ્ટ્રકચર ઉભુ કર્યુ . જયારે ડ્રીપ અને ફોગર દ્વારા પાણી આપવાની વ્યવસ્થા બેગોમાં કરી. મશરૂમનાં વાવેતર માટે કૂવળ-પરાળ ભરવાનો રૂ.પ૦ ખર્ચ, આમ આ રૂમમાં ૧૮૦ બેગ મૂકવવામાં આવી છે.
વર્ષમાં પ વખત મશરૂમનું વાવેતર કરવામાં આવે છે. વાવેતર બાદ ર મહિનામાં તૈયાર થાય છે. ર૦-રર દિવસે લીલુ મશરૂમ વેચાણ લાયક બને છે. એક બેગમાં લીલુ મશરૂમ ર થી ૩ કિલો અને મશરૂમ પાવડર ડ્રાઈ ૩૦૦ ગ્રામ મળે છે. અને ૧૦૦ ગ્રામ પાવડર ૩૦૦ના ભાવથી વેચાણ કરે છે.
મશરૂમ એ હેલ્થી વેજીટેબલ ફૂડ છે. બી.ટ્વેલ્વની ખામી ઝડપથી નિવારી શકાય છે. ઉપરાંત અનેક ન્યુટ્રીશન પણ મળે છે. નાના પાયે આવા સાહસો જરૂરી છે. દિપકભાઈનો સંપર્ક
નં. ૯૯રપ૬૬૦૦૯૭ છે.
-ઃઃ તિખારો ઃઃ-
સંબંધ હોય કે કપડા એક વખત ફાટે પછી
ગમે તેટલા થિંગડા મારો, તુટયાં વિના રહેતા નથી.