અહાન શેટ્ટીની બોલિવુડમાં એન્ટ્રી થતાં, સુનીલ શેટ્ટીના પરિવારમાં એક્ટર્સની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. સુનીલ શેટ્ટી તો ઈન્ડસ્ટ્રીમાં પહેલાથી જ સીનિયર છે અને તેમની દીકરી અથિયા શેટ્ટીએ થોડા વર્ષ પહેલા ડેબ્યૂ કર્યું હતું. એક્ટ્રેસે સૂરજ પંચોલી સાથે ૨૦૧૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હીરો’થી બી-ટાઉનમાં એન્ટ્રી મારી હતી. જ્યારે દીકરા અહાને ‘તડપ’થી ડેબ્યૂ કર્યું છે. ઘરમાં ત્રણ એક્ટર્સ હોવાથી શું મમ્મી માના શેટ્ટી લેફ્ટ આઉટ ફીલ કરે છે? મમ્મી કેવી રીતે ડિનર ટેબલ પર કામને લઈને થતી વાતચીતને હેન્ડલ કરે છે? આ અંગે જ્યારે સુનીલ શેટ્ટીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘માના એક માત્ર એવી વ્યક્તિ છે જે અમને ત્રણને ડિરેક્ટ કરે છે. તે અમને કંટ્રોલમાં રાખે છે અને અમે તે જ કરીએ છીએ જે અમને તેના દ્વારા કહેવામાં આવે છે. સુનીલ શેટ્ટીએ આ વાત ત્યારે કહી હતી જ્યારે તેઓ મુંબઈમાં દીકરાની ફિલ્મ ‘તડપ’ને પ્રમોટ કરવામાં અને મુંબઈમાં યોજોયેલ પ્રીમિયરમાં મહેમાનોનું અભિવાદન કરવામાં વ્યસ્ત હતા. એક્ટરે કહ્યું હતું કે ‘તેને સારા એક્ટર બનવા માટે કહેવા કરતાં હું તેને હંમેશા કહેતો હતો કે, તે મહત્વનું છે કે પહેલા તું સારો વ્યક્તિ બને. અગાઉ સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે મેં તેને એક્ટર બનવા માટેની તૈયારી કરતો જોયો છે અને હું તે દર્શકો સુધી પહોંચે તેમજ તેને પ્રશંસા મળે તેવી રાહ જોઈ રહ્યો છું. મને તેને સ્ક્રીન પર જોવાનું ગમશે. એક પિતા તરીકે, મને તે વાતનો સંતોષ છે કે, તેનામાં એક્ટર કરતાં પણ વધું કંઈક બોલે છે. મને લાગે છે કે, એક્ટર તરીકે મારા કરતાં તે વધારો સારો છે!. અહાન શેટ્ટીની ફિલ્મ તડપ ૩ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ છે. જેમાં તેની ઓપોઝિટમાં તારા સુતારિયા છે. જો કે, બોક્સ ઓફિસ પર ફિલ્મને એટલો સારો પ્રતિસાદ મળ્યો નથી.