સુત્રાપાડા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કોડીનાર તરફથી એક ઇસમ ફોરવ્હીલ ગાડીમાં ઈંગ્લીશ દારૂ લઇને આવે છે જેથી સુત્રાપાડા કોડીનાર રોડ વડોદરા ઝાલા ગામ જતા સિમેન્ટ રોડ પાસે વોચમાં હતી તે દરમિયાન બાતમી હકિકતવાળી જગ્યાએ ગાડી આવતા રોકાવી ચેક કરતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલો, બીયરનો જથ્થો મળ્યો હતો. પોલીસે કાર, મોબાઈલ સહિત કુલ રૂ.૧,૯૬,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.