ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા શહેર તાલુકા અને રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સહયોગથી અને અજયભાઈ પટેલના સૂચનથી કાળઝાળ ગરમીમાં સુત્રાપાડા પ્રોજેક્ટમાં અલગ- અલગ જગ્યાએ પાણીની પરબ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા શહેર તાલુકા અને રેડક્રોસ ગુજરાત બ્રાન્ચના સહયોગથી શરૂ કરવામાં આવી છે. સંજયભાઈ પરમાર, દિલીપભાઈ બારડ, ઇન્ડિયન રેડક્રોસ સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઇ બારડના હસ્તે પાણીની પરબનો શુભઆરંભ કરાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોચાયટીના વાઇસ ચેરમેન, સેક્ટરી તમામ સભ્યો, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ અને નગરપાલિકા સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા.








































