બગસરા તાલુકાના સુડાવડ ગામે સિંહે ધસી આવી વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જાણવા મળતી માહિતી મુજબ સુડાવડ ગામના પાદરમાં બે ડાલામથ્થા સિંહો ઘુસી આવ્યા હતા અને વાછરડીનું મારણ કર્યુ હતુંં. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતુંં કે, ગામની નજીક જ જંગલ વિસ્તાર હોવાથી વારંવાર વન્યપ્રાણીઓ  ઘુસી આવે છે અને પાલતુ પશુઓના મારણ કરે છે. વન્યપ્રાણીઓના ભયને કારણે વાડીએ રહેતા શ્રમિકો પણ ફફડી રહ્યાં છે. સિંહો વધુ કોઈ પાલતુ પશુઓને શિકાર બનાવે તે પહેલા પાંજરે પુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.