ધારીના સુખપુર ગામે રહેતી એક વિદ્યાર્થિનીને વાંચવા છતાં યાદ રહેતું નહોતું. જેથી કંટાળીને ઝેરી દવા પીતા સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે ભીમજીભાઈ લાખાભાઈ સોંદરવા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી સુહાની (ઉ.વ.૧૮) કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેને ખૂબ વાંચવા છતાં યાદ રહેતું નહોતું. જેથી કંટાળીને ઘરે રૂમમાં ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લેતા સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. બી. ખાચર વધુ તપાસ કરી રહ્યા છે.