સુકેશ ચંદ્રશેખર સાથે જાડાયેલા ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં મોટો વળાંક આવ્યો છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે આ કેસમાં સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેણીએ આ નિવેદન આપ્યું હતું. તેણીએ કોર્ટમાં અરજી દાખલ કરીને સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે જેકલીનની અરજી પર ધ્યાન આપતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો હતો.
કાર્યવાહી દરમિયાન, કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને જાણ કરી હતી કે જા તે સરકારી સાક્ષી બનવા માંગે છે, તો તેણે યોગ્ય પ્રક્રિયાને અનુસરીને ઈડ્ઢ ને ઔપચારિક રીતે વિનંતી કરવી પડશે. તેણીએ ઈડીને ઔપચારિક અરજી સબમિટ કરવી પડશે. ત્યારબાદ ઈડી તેનું નિવેદન રેકોર્ડ કરશે અને નક્કી કરશે કે સરકારી સાક્ષી તરીકે તેણીના દરજ્જાની ભલામણ કરવા માટે કોર્ટમાં અરજી કરવી કે નહીં. હાલમાં, આ નિર્ણય  પર નિર્ભર છે.
કુખ્યાત ઠગ સુકેશ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીનના આ પગલાને એક મહત્વપૂર્ણ અને મોટો વિકાસ માનવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે જેકલીન સામેની ફોજદારી કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યાના અને કેસ ચાલુ રાખવાની મંજૂરી આપ્યાના થોડા મહિના પછી જ આ ઘટના બની છે.
સુકેશ પર રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની સાથે ૨૦૦ કરોડની છેતરપિંડી કરવાનો અને પછી તે પૈસાનો ઉપયોગ કરીને જેકલીન ફર્નાન્ડીઝને કરોડોની ભેટો આપવાનો આરોપ છે. સુકેશ જેકલીનને તેની ગર્લફ્રેન્ડ કહેતો રહ્યો છે, પરંતુ અભિનેત્રીએ આ વાતનો ઇનકાર કર્યો છે. તેણે જેકલીનને ચાર પર્શિયન બિલાડીઓથી લઈને લક્ઝરી બેગ, હીરાના ઘરેણાં અને ૫૭ લાખ રૂપિયાનો ઘોડો ભેટમાં આપ્યો હતો. વધુમાં, સુકેશે જેકલીનના માતાપિતાને ૧.૮૯ કરોડ રૂપિયાની બે કાર, તેના ભાઈને એક એસયુવી અને તેની બહેનને કરોડોની બીએમડબ્લ્યુ કાર પણ ભેટમાં આપી હતી. આ કારણે, જેકલીન પણ ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફસાઈ ગઈ અને તેને આરોપી બનાવવામાં આવી. પરંતુ હવે અભિનેત્રીએ સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જાકે, જેકલીન કહેતી રહી છે કે તેને સુકેશ વિશે સત્ય ખબર નહોતી. જ્યારે પણ તે તેને મળતો ત્યારે તે પોતાનો પરિચય એક ઉદ્યોગપતિ તરીકે કરાવતો હતો.