ડુંગર મુકામે સ્વર્ગવાસી ડાયબેન હાદાભાઇ બલદાણીયાની ઉત્તરક્રિયા નિમિત્તે તેમના બંને દીકરાઓ નનાભાઇ હાદાભાઈ તથા સુકલભાઇ હાદાભાઈ બલદાણીયા તરફથી તેમની માતાના મોક્ષાર્થે આહીર સમાજની શૈક્ષણિક સંસ્થાઓને માતબર રકમનું દાન આપવામાં આવેલ છે. મૃતકની ઉત્તરક્રિયા પ્રસંગે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં તા.પં.ના પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, પીઠાભાઈ નકુમ, કરશનભાઇ કલસરીયા, બાબભાઈ જાલોધરા, ગણપતભાઈ મકવાણા, વલ્લભભાઈ લાડુમોર, બાબભાઈ રામ, કૌશિકભાઈ વાણીયા, વલ્લભભાઈ બલદાણીયાની ઉપસ્થિતિમાં રકતદાતાઓ દ્વારા રકતદાન થતા ૬૭ બોટલ રકત એકત્ર થયું હતું.