કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરીએ લોકસભામાં દેશવાસીઓને ખાતરી આપી હતી કે એક ટોલબુથથી બીજા ટોલબુથનું અંતર ઓછામાં ઓછું ૬૦ કિ.મી. રહેશે. આમ છતાં ડારી (તા.વેરાવળ )થી વેળવા (તા. કોડીનાર ) સુધીનું અંતર ૬૩ કિ.મી. છે. આમ ટોલબુથના નિયમ પ્રમાણે બરાબર છે પણ આ બંને ટોલબુથ વચ્ચે વધુ એક ટોલબુથ સુંદરપરા (તા.સુત્રાપાડા) ખાતે ધરાર ઉભુ કરવામાં આવ્યું છે. આ ટોલનાકું ચાલુ કરવાની પેરવી હાથ ધરવામાં આવી રહી છે. જે મંત્રીના નિવેદનની પરવાહ કર્યા વગર લોકોને લૂંટવાનો તખતો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બાબતે અમદાવાદ હાઇકોર્ટના વકીલ અને સામાજિક એકતા મિશનના સંયોજક કેવલસિંહ રાઠોડે ગુજરાત સરકાર અને કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરી આ ટોલનાકું સંપૂર્ણપણે દૂર કરવા માંગ કરી છે.