ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોમાં અત્યારે ભારે રોષ જાવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં આજે ૭૩૦૦ જેટલી જગ્યાઓ માટે યોજાનારી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (સીસીઇ) ની પદ્ધતિ સામે ઉમેદવારોએ મોરચો માંડ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા ઉમેદવારોએ ‘ઝ્રમ્ઇ્‌’ પદ્ધતિ રદ કરી જૂની ઓએમઆર પદ્ધતિથી ઓફલાઇન પરીક્ષા લેવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ૭૩૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, પરંતુ તેની પરીક્ષા પદ્ધતિ હવે વિવાદનું કેન્દ્ર બની છે. ઉમેદવારોનો મુખ્ય આક્ષેપ ‘નોર્મલાઇઝેશન’ પદ્ધતિ સામે છે, કારણ કે પરીક્ષા અલગ-અલગ શિફ્ટમાં લેવાતી હોવાથી આ પદ્ધતિમાં મહેનતુ ઉમેદવારોના ગુણ ઘટી જવાની અને પરિણામમાં પારદર્શિતા ન જળવાતી હોવાની ભીતિ છે. આ ઉપરાંત, ઓનલાઇન પરીક્ષામાં સર્વર ડાઉન થવા કે ટેકનિકલ ખામીઓ સર્જાવાનો ડર પણ ઉમેદવારોને સતાવી રહ્યો છે, જેને પગલે તેઓ એવી માગ કરી રહ્યા છે કે એક જ દિવસે અને એક જ સમયે આખા રાજ્યમાં ઓફલાઇન પરીક્ષા લેવામાં આવે જેથી ગુણની ગણતરીમાં કોઈ વિસંગતતા ન રહે.
આજે સવારથી જ ગુજરાતભરમાંથી આવેલા ઉમેદવારો ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ ઉમટી પડ્યા હતા. હાથમાં સીસીઇ ઓફલાઇન લો” અને “નોર્મલાઇઝેશન હટાવો” ના બેનરો સાથે ઉમેદવારોએ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. ઉમેદવારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જા તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
ગૌણ સેવા પસંદગી મંડળ હવે આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. શું સરકાર મક્કમ રહેશે કે ઉમેદવારોની માગણી સામે નમતું જાખશે? આ સવાલ અત્યારે ગુજરાતના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.