ટીઆરપી યાદી એ એક માપદંડ છે જેના દ્વારા જાણી શકાય છે કે કઈ સિરિયલ દર્શકોમાં લોકપ્રિય છે. આ વખતે ૩૨મા અઠવાડિયાની ટીઆરપી યાદીમાં, રૂપાલી ગાંગુલીની સિરિયલ ‘અનુપમા’ ટોચના સ્થાને રહી છે. એક લોકપ્રિય કોમેડી શોએ પણ ટીઆરપી યાદીમાં પોતાનું સ્થાન સુધાર્યું છે.
આજકાલ રૂપાલી ગાંગુલીની સિરિયલ ‘અનુપમા’માં ઘણો ફેમિલી ડ્રામા ચાલી રહ્યો છે. એવું લાગે છે કે દર્શકોને આ ફેમિલી અંગલ ગમ્યું છે. ૩૨મા અઠવાડિયાની ટીઆરપી યાદીમાં, ‘અનુપમા’ સિરિયલને ૨.૨ ની ટીઆરપી મળી છે. આ ટીઆરપી સાથે, તે ટોચના સ્થાને છે.
કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને ૩૨મા અઠવાડિયાની ટીઆરપી યાદીમાં સ્થાન મળ્યું છે. તેનો ટીઆરપી ૨.૦ રહ્યો છે. ટૂંક સમયમાં આ સિરિયલમાં એક નવો પરિવાર પણ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ સિરિયલ લગભગ ૧૭ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આમાં, દિલીપ જાશી જેઠાલાલની મુખ્ય ભૂમિકામાં જાવા મળે છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલ ત્રીજા નંબરે છે. આ વખતે આ સિરિયલનો ટીઆરપી ૧.૯ છે.
૨૫ વર્ષ પછી, સ્મૃતિ ઈરાનીની સીરિયલ ‘કયુંકી સાસ ભી કભી બહુ થી ૨’ એ વાપસી કરી. જ્યારે આ સીરિયલ પાછી આવી ત્યારે પહેલા જ અઠવાડિયામાં તે ટીઆરપી યાદીમાં ટોચ પર હતી. પરંતુ ૩૨મા અઠવાડિયાની ટીઆરપી યાદીમાં તેને ચોથું સ્થાન મળ્યું છે. ‘કયુંકી સાસ ભી કભી બહુ થી ૨’ સીરિયલનો ટીઆરપી આ અઠવાડિયે ૧.૮ છે. ‘ઉડને કી આશા’ સીરિયલે ટીઆરપી યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. આ અઠવાડિયે તેનો ટીઆરપી ૧.૭ છે.














































